VMC Recruitment 2024, VMC bharti, notification : વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ, સિક્યુરિટી ગાર્ડ, મેડિકલ ઓફિસર સહિત કુલ 220 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. નોટફિકેશન પ્રમાણે લાયક ઉમેદવારો 12.1. 2024 સુધી ઓનલઇન અરજી કરી શકે છે.
વડોદરા મહા નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી ઉમેદવારો આપેલા સમાચાર અંત સુધી વાંચવા.
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પોસ્ટ્સ વિવિધ ખાલી જગ્યાઓ 220 નોકરી પ્રકાર કરાર આધારિક જોબ લોકેશન વડોદરા અરજી કરવાની છેલ્લી તારીખ 12-01-2024
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, પોસ્ટની માહિતી
પોસ્ટ જગ્યા મેડિકલ ઓફિસર 47 સ્ટાફ નર્સ 56 MPHW- પુરૂષ 58 સુરક્ષા ગાર્ડ 59 કુલ જગ્યા 220
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર (કરાર પર): MBBS, ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવું આવશ્યક છે.
સ્ટાફ નર્સ (કોન્ટ્રાક્ટ્યુઅલ): ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSC (નર્સિંગ) કોર્સ અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાવવી આવશ્યક છે. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ જરૂરી નથી.
MPHW- પુરૂષ (કોન્ટ્રાક્ટ્યુઅલ): સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ અને 1 વર્ષનો MPHW તાલીમ અભ્યાસક્રમ અથવા માન્ય સંસ્થામાંથી 12 પાસ અને સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ જરૂરી નથી.
સુરક્ષા ગાર્ડ (આઉટ સોર્સિંગ): 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સેનાના ભૂતપૂર્વ સૈનિકોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, વય મર્યાદા
- 62 વર્ષથી ઉપરના ઉમેદવારો અને નિવૃત્ત ઉમેદવારો પોસ્ટ નંબર 1 માટે અરજી કરી શકશે નહીં. જગ્ય નંબર 2, 3 અને 4 માટે – 45 વર્ષથી ઉપરના ઉમેદવારો અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને ઉંમર ગણવામાં આવશે.
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, ધ્યાન રાખવા જેવી બાબતો
- ઉમેદવારે નિયત કરેલ અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે પુરાવાઓ મૂળમાં સબમિટ કરવાના રહેશે અન્યથા તે તબક્કે અરજીપત્ર રદ ગણવામાં આવશે.
- ઉમેદવારે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ માટે યોગ્ય CCC+/CCC સ્તરનો કોમ્પ્યુટર કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- ભરતી પ્રક્રિયા દરમિયાન જો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ ઉમેદવાર દ્વારા રાજકીય રીતે અથવા અન્યથા
- ભલામણનો પ્રયાસ કરનાર ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે.
- જો ઉમેદવારે અરજી પત્રકમાં ખોટી રીતે કોઈપણ વિગતો આપી હોય અને તે ધ્યાને આવશે, તો તેનું અરજીપત્ર/નોમિનેશન કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, પસંદગી પ્રક્રિયા
- આ જાહેરાત હેઠળની ભરતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સક્ષમ અધિકારી દ્વારા લેખિત કસોટી/મૌખિક ઇન્ટરવ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે.
- પ્રમાણપત્રો/લેખિત/મૌખિક કસોટીની સીધી ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારો કોઈપણ મુસાફરી ભથ્થા માટે પાત્ર રહેશે નહીં.
- જો કોઈ કારણસર આ જાહેરાતને રદ કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય, તો મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પાસે તે કરવાનો અધિકાર છે.
- ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઑનલાઇન અરજી કર્યા પછી જાહેરાત સંબંધિત અન્ય કોઈપણ સૂચના માટે વેબસાઇટ www.vmc.gov.in તપાસતા રહે.
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, નોટિફિકેશન
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.





