વડોદરા મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયર યુવાનો માટે વડોદારમાં સારા પગારની નોકરી, અહીં વાચો બધી માહિતી

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્જીનિયરની કુલ 6 જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
September 14, 2024 11:10 IST
વડોદરા મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયર યુવાનો માટે વડોદારમાં સારા પગારની નોકરી, અહીં વાચો બધી માહિતી
વડોદરા મહાનગરપાલિકા ભરતી, આસિસ્ટન્ટ એન્જીનિયર - photo - VMC facebook

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો નોકરીની શોધમાં છે તો આ સમાચાર તમારા માટે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ એન્જીનિયરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એન્જીનિયરની કુલ 6 જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટઆસિસ્ટન્ટ એન્જીનિયર
જગ્યા6
વયમર્યાદા30 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ1-10-2024
ક્યાં અરજી કરવી?https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગત

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ એન્જીનિયર (મિકેનિકલ)5
આસિસ્ટન્ટ એન્જીનિયર (ઇલેક્ટ્રિકલ)1
કુલ6

વડોદરા મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિકલ લાયકાત અને અનુભવ

આસિસ્ટન્ટ એન્જીનિયર (મિકેનિકલ)

શૈક્ષણિક લાયકાત –

  • બી.ઈ. (મિકેનિકલ) પ્રથમ વર્ગ.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન વધુ સારું રહેશે.

અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં 02 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

આસિસ્ટન્ટ એન્જીનિયર (મિકેનિકલ) નોટિફિકેશન

આસિસ્ટન્ટ એન્જીનિયર (ઇલેક્ટ્રીકલ)

શૈક્ષણિક લાયકાત –

  • બી.ઈ. (ઇલેક્ટ્રીકલ) પ્રથમ વર્ગ.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન વધુ સારું રહેશે.

અનુભવ – સંબંધિત ક્ષેત્રમાં 02 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

આસિસ્ટન્ટ એન્જીનિયર (ઇલેક્ટ્રીકલ) નોટિફિકેશન

વડોદરા મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ અને વયમર્યાદા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.

કેવી રીતે કરવી ઓનલાઈન અરજી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://vmc.gov.in/ પર મુલાકાત લેવી
  • અહીં રિક્યુટમેન્ટ ઓપ્શન પર જવું
  • અહીં જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એ પોસ્ટ આગળ એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • માંગેલી તમામ વિગતો ઝીણવટ પૂર્વક ભરવી
  • ફોર્મ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં ₹ 49,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી

ઉમેદવારોને સૂચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ