વડોદરા મહાનગરપાલિકા ભરતીઃ વડોદરામાં નોકરી મેળવવાની ઉત્તમ કત, અહીં વાંચો બધી જ માહિતી

vmc recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

vmc recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
VMC Recruitment 2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી - photo - Social media

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પારે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
વિભાગઆરોગ્ય
જગ્યા31
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદા40 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ31-12-2024
ક્યાં અરજી કરવીhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સ્ટાફ નર્સ-બ્રધર્સ25
આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ6
કુલ31

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ-બ્રધર્સ

  • ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંતી બીએસસી નર્સિંગનો કોર્શ અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વાર માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
  • બેઝીક કમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જરૂરી છે

આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

  • માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડીગ્રી
  • ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી

પગાર ધોરણ

પોસ્ટપગાર (પ્રતિ માસ ફિક્સ)
સ્ટાફ નર્સ-બ્રધર્સ₹20,000
આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ₹16,000

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • વડોદરા મહાનગરપાલિકાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વડોદરા મહાનગરપાલિકાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

ઉમેદવારોને સુચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Advertisment
વડોદરા નોકરી કરિયર ભરતી