VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધીની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટ પટાવાળીથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી વિભાગ આરોગ્ય જગ્યા 31 એપ્લિકેશન મોડ ઓનલાઈન વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 02-01-2025 ક્યાં અરજી કરવી https://vmc.gov.in/Recruitment
પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા સિક્યોરિટી ગાર્ડ 10 પટાવાળા (અર્બન સીએચસી) 2 વોર્ડ બોય (અર્બન સીએચસી) 7 આયા (અર્બન સીએચસી 2 વોચમેન(અર્બન સીએચસી 9 સફાઈ સેવક (અર્બન સીએચસી 1
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ શૈક્ષણિક લાયકાત અનુભવ સિક્યોરિટી ગાર્ડ ધોરણ-8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન આર્મીના એક્સ સર્વીસમેનને પ્રાધાન્ય પટાવાળા (અર્બન સીએચસી) ધો.8 પાસ અંગ્રીજ જાણકારને પ્રાધાન્ય વોર્ડ બોય (અર્બન સીએચસી) ધોરણ.7 પાસ, ગુજરાતી ભણેલા કામનો અનુભવ આયા (અર્બન સીએચસી ધોરણ.8 પાસ 3 વર્ષનો અનુભવ વોચમેન(અર્બન સીએચસી ધો.8 પાસ, ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન આર્મીના એક્સ સર્વિસમેનને પ્રાધાન્ય સફાઈ સેવક (અર્બન સીએચસી ધો.4 પાસ સફાઈની કામગીરી કરી શકે તેવા હોવા જોઈએ
વય મર્યાદા અને પગાર ધોરણ
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરના ઉમેદવાર 45 વર્ષથી વધારે ન હોવો જોઈએ. અને શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- વડોદરા મહાનગરપાલિકાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વડોદરા મહાનગરપાલિકાની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
ઉમેદવારોને સુચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.





