વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં ₹ 49,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
September 12, 2024 11:57 IST
વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં ₹ 49,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી
વડોદરા મહાનગર પાલિકા ભરતી - social media

VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
વિભાગફાયર વિભાગ
જગ્યા13
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2024
વેબસાઈટhttps://vmc.gov.in/Recruitment/

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ડિવિસનલ ઓફિસર2
સ્ટેશન ઓફિસર2
સબ ઓફિસર9

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ડિવિસનલ ઓફિસર

  • માન્ય યુનિવર્સિટીના સ્નાતક
  • નેશનલ ફાયર સર્વીસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ કરેલો.
  • હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • ફાયર સેવાઓમાં ફાયર ઓફીસર-સ્ટેશન ઓફીસર-સબ ઓફીસર અથવા સમકક્ષ જગ્યાનો ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

સ્ટેશન ઓફિસર

  • ગ્રેજ્યુએટ પાસ
  • નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ
  • સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ
  • હેવી ડ્રાયવિંગ લાઈસન્સ હોવું જોઈએ.

સબ ઓફીસર

સરકાર માન્ય સંસ્થામાંથી સબ ઓફીસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે પગાર ધોરણ

પોસ્ટપગારઉંમર
ડિવિસનલ ઓફિસરત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર40 વર્ષથી વધુ નહીં
સ્ટેશન ઓફિસરત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર35 વર્ષથી વધુ નહીં
સબ ઓફિસરત્રણ વર્ષ માટે 40,800 માસિક ફિક્સ પગાર30 વર્ષથી વધુ નહીં

આ પણ વાંચોઃ- દૂધસાગર ડેરી ભરતી : મહેસાણામાં નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા નોટિફિકેશન વાંચવા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ