VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : નોકરી શોધી રહેલા વડોદરામાં રહેતા ઉમેદવારો માટે ઘર આંગણે જ કાયમી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) પોસ્ટની કૂલ 33 જગ્યાઓ ભરવાની છે. આ જગ્યાઓ ઉપર ઉમદેવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી
સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) પોસ્ટ એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) જગ્યા 33 વયમર્યાદા 35 વર્ષથી વધુ નહીં એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21-3-2025 ક્યાં અરજી કરવી www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિનઅનામત 13 આ.ન.વ 4 સા.શૈ.પ.વ. 8 અનુ.જન જાતિ 4 અનુસૂચિત જાતિ 4 કુલ 33
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમદેવારે સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા (ફ્રર્સ્ટ ક્લાસ સાથે) કરેલું હોવું જોઈએ અથવા.
- B.E (સિવિલ) 50 ટકા કે તેનાથી ઉપર કરેલું હોવું જોઈએ.
- અનુભવિ ઉમેદવારોને પ્રાથમિક્તા અપાશે
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
- ઉમેદવારની ઉંમર ઓનલાઈન અરજી સ્વિકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે
પગાર ધોરણ
- પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 પ્રતિ માસ ફિક્સ પગાર
- ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-7 (પે મેટ્રીક્સ ₹39,900-₹1,26,600) નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
અરજી ફી
કેટેગરી ફી બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે ₹400 અનામત કક્ષાના ઉમેદવારો માટે ₹200
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદાર મહાનગરપાલિકાની વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું
- અહીં ઓનલાઈન રિક્રૂટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું જ્યાં વિવિધ ભરતી અંગે માહિતી દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવું
- અહીં અરજી ફોર્મ ખુલશે જેમાં માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરવું અને સબમીટ કરેલા ફોર્મની પ્રીન્ટ ચોક્કસ કાઢવી.





