VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ એન્જીનિયર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લિ તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા વડોદરા મહાનગરપાલિકા (VMC) પોસ્ટ આસીસ્ટન્ટ એન્જીનિયર જગ્યા 6 વય મર્યાદા 35 વર્ષ સુધી એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી https://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગત
પોસ્ટ જગ્યા આસીસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 1 આસીસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ 5 કુલ 6
શૈક્ષણિક લાયકાત
આસીસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ
- ફસ્ટ ક્લાસ સાથે B.E ઈલેક્ટ્રીકલ
- પોસ્ટ ગ્રેજ્યુએટને પ્રાથમિક્તા
- સમાન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ
આસીસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ નોટિફિકેશન
આસીસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ
- ફસ્ટ ક્લાસ સાથે B.E મિકેનિકલ
- પોસ્ટ ગ્રેજ્યુએટને પ્રાથમિક્તા
- સમાન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ
આસીસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ નોટિફિકેશન
વય મર્યાદા
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
- આ જગ્યાઓ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા ત્રણ વર્ષ ₹ 49,600 માસિક ફિક્સ વેતન મળશે.
- ત્રણ વર્ષ બાદ સંતોષકારક રીતે પૂર્ણ નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-8 પે મેટ્રીક્સ ₹44,900-₹1,42,400 નિયમાનુસાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
- વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની www.vmc.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
આ પણ વાંચોઃ- Premanand Ji Maharaj Tips: પ્રેમાનંદજી મહારાજે સરકારી નોકરી ઇચ્છતા લોકોને આપ્યો ગુરૂ મંત્ર, મળશે 100 ટકા સફળતા
ઉમેદવારોને સૂચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.





