વડોદરા મહાનગરપાલિકા ભરતી : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે વડોદરામાં કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો માહિતી

VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
VMC Recruitment 2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી - photo - Social media

VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વડોદરામાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં સૈનિક (ફાયરમેન)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ બંને મળીને કુલ 204 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સૈનિક (ફાયરમેન) પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, નોકરી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની વિગતો

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
વિભાગફાયર વિભાગ
પોસ્ટસૈનિક
જગ્યા204 અંદાજીત
વયમર્યાદા20થી 30 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ14-2-2025
ક્યાં અરજી કરવીwww.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

વડોદરા મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં સૈનિક (ફાયરમેન)ની અંદાજીત કુલ 204 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરી છે.

કેટેગરીજગ્યા
UR78
EWS20
SEBC64
ST29
SC13

નોંધઃ- કૂલ જગ્યાઓ પૈકી 17 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રખાઈ છે

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ
  • સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
  • બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ
  • ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઈએ

શારીરિક લાયકાત

  • ઉંચાઈ- 165 સેમી
  • વજન- 50 કિલોગ્રામ
  • છાતી - સામાન્ય - 81 સેમી. ફૂલાવીને 86 સેમી

વય મર્યાદા

  • ઓછામાં ઓછી - 20 વર્ષ
  • વધુમાં વધુ - 30 વર્ષ

સબ ઓફિસર - વધુમાં વધુ ઉંમર 20 વર્ષ
સ્ટેશન ઓફિસર - વધુમાં વધુ ઉંમર 30 વર્ષ

સૈનિક (ફાયરમેન) માટે પગાર ધોરણ

  • પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 26,000 માસિક ફિક્સ વેતન
  • ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ 2 (પે મેટ્રીક્સ ₹ 19,900-₹ 63,200)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

સૈનિક પોસ્ટ માટેનું નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની www.vmc.gov.in વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે. અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

Advertisment
વડોદરા નોકરી કરિયર ભરતી