વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદારમાં જોરદાર પગાર વાળી બમ્પર નોકરીઓ, લાયકાતથી લઈને બધી જ માહિતી અહીં વાંચો

VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
VMC Recruitment 2025

વડોદરા મહાનગરપાલિકા ભરતી - photo - Social media

VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘરે આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટવિવિધ એન્જીનિયર્સ
જગ્યા48
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-3-2025
ક્યાં અરજી કરવીwww.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)9
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(સિવિલ)33
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(ઈલેક્ટ્રીક)3
એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર(મિકેનિકલ)3
કુલ48
Advertisment

શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ એન્જીનીયર પોસ્ટ માટે જેતે ક્ષેત્રમાં એન્જીનીયરિંગની ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટની મુલાકાત ચોક્કસ લેવી

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારો 35 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.

પગાર ધોરણ

  • VMC ભરતી 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 માસિક ફિક્સ પગાર મળશે.
  • ત્યાર બાદ સંતોષકારક કામગીરી જણાશે તો સંસ્થાએ નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગારમાં નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

અરજી ફી

કેટેગરીફી
બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે₹400
અનામત કક્ષાના ઉમેદવારો માટે₹200
  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદાર મહાનગરપાલિકાની વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું
  • અહીં ઓનલાઈન રિક્રૂટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવું જ્યાં વિવિધ ભરતી અંગે માહિતી દેખાશે
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવું
  • અહીં અરજી ફોર્મ ખુલશે જેમાં માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
  • ત્યારબાદ ફોર્મ સબમીટ કરવું અને સબમીટ કરેલા ફોર્મની પ્રીન્ટ ચોક્કસ કાઢવી.
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી