વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી: સુરતમાં નોકરી મેળવવાનો સારો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂથી થશે પસંદગી

VNSGU Recruitment 2024, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે.

VNSGU Recruitment 2024, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
VNSGU Recruitment 2024, Veer Narmad South Gujarat University Bharti

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી - photo - VNSGU

VNSGU Recruitment 2024, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી: સુરતમાં અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા તેમજ નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પસંદ કરવા વોક ઇન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પસંદગી પ્રક્રિયા, ઈન્ટરવ્યૂ સ્થળ, વય મર્યાદા, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે આપેલા સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી મહત્વની વિગતો

સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડવોક ઈન ઇન્ટરવ્યૂ
નોકરી સ્થળસુરત
ઇન્ટરવ્યૂ તારીખ7 ઓગસ્ટ 2024
સંસ્થાની લિંકhttps://www.vnsgu.ac.in

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ વિગત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે ટેમ્પરરી આસીસ્ટન્ટ પ્રોફેસર અને ટેમ્પરરી ટીચિંગ આસીસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર અંતર્ગત ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુંનું આયોજન કર્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિકલ લાયકાત - વય મર્યાદા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ટેમ્પરરી આસીસ્ટન્ટ પ્રોફેસર અને ટેમ્પરરી ટીચિંગ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ઉમેદવારોની લાયકાત AICTE અને UGC ના ધારા ધોરણ મુજબની લાયકાત રહેશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી નોટિફિકેશન

આ પણ વાંચો

વોક ઈન ઇન્ટરવ્યૂ માટે તારીખ અને સમય અને સ્થળ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 11 માસ કરાર આધારિત Temporary Assistant Professor/ Temporary Teaching Assistant ની જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોને અરજી સાથે તા.07/08/2024 ના રોજ બપોરે 01:00 કલાકે (વોક-ઈન-ઈન્ટરવ્યુ) ઓરીજીનલ દસ્તાવેજો સાથે કોમ્પ્યુટર સાયન્સ ભવન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી., સુરત ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.

Advertisment
Surat ગુજરાત નોકરી કરિયર