GSSSB Weekly Bharti 2025, Central Bank, Indian Coast Guard Jobs, સાપ્તાહિક સરકારી નોકરી : દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ જે લોકો સમયસર ખાલી જગ્યા ફોર્મ ભરે છે અને પોતાની તૈયારીમાં કોઈ કસર છોડતા નથી તેઓ જ તેને પૂર્ણ કરી શકે છે. આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે. જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો ઝડપથી અરજી કરવાનો આ યોગ્ય સમય છે. અહીં વાંચો કઈ કઈ ભરતીની અરજી પ્રક્રિયા આ સપ્તાહ દરમિયાન બંધ થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી છેલ્લી તારીખો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતીઓ માટે આ સપ્તાહ છેલ્લું છે. આ સપ્તાહ દરમિયાન સાત પોસ્ટની ભરતીઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. આ સપ્તાહ દરમિયાન કઈ પોસ્ટ, કેટલી જગ્યા અને છેલ્લી તારીખ વિશે નીચે કોષ્ટમાં માહિતી આપેલી છે.
પોસ્ટ જગ્યા અરજી કરવાની છેલ્લી તારીખ આર્કાઈવ્ઝ આસીસ્ટન્ટ, વર્ગ-3 14 24-6-2025 વાયરમેન, વર્ગ-3 66 25-6-2025 સબ ફાયર ઓફિસર, વર્ગ-3 5 25-6-2025 આસીસ્ટન્ટ (લેબ), વર્ગ-3 1 26-6-2025 માઈન્સ સુપરવાઈઝ, વર્ગ-3 6 26-6-2025 સ્ટેટીસ્ટીકલ આસીસ્ટંન્ટ, વર્ગ-3 1 26-6-2025 આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 100 27-6-2025
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2025
ભારતીય કોસ્ટ ગાર્ડમાં 10મી અને 12મી પાસ માટે ભરતી બહાર પડી છે. સેઇલર જીડી, મિકેનિકલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય પોસ્ટ્સ માટે ફોર્મ ભરવા માટેની લિંક ખુલ્લી છે. જે છેલ્લી તારીખ 25 જૂન સુધી ખુલ્લી રહેશે.

– photo – freepik
સેન્ટ્રલ બેંક ભરતી 2025 છેલ્લી તારીખ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 પોસ્ટ્સ માટે એપ્રેન્ટિસ ભરતી માટેના ફોર્મ બહાર પડ્યા છે. જેના માટે ઓનલાઈન નોંધણી 23 જૂન 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ ડેટા સાયન્ટિસ્ટ / AI એન્જિનિયર, ડેટા એન્જિનિયર જેવી નિષ્ણાત પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. ઉમેદવારો 30 જૂન સુધી સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર આ માટે અરજી કરી શકે છે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
પ્રસાર ભારતી ઇન્ટર્નશિપ 2025
આ કોઈ સરકારી નોકરી નથી પરંતુ જો તમે તમારી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરવા માંગતા હો, તો તમે પ્રસાર ભારતીમાં ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકો છો. તાજેતરમાં ડિગ્રી પૂર્ણ કરનારા ફ્રેશર ઉમેદવારો 30 જૂનની છેલ્લી તારીખ સુધી avedan.prasarbharati.org પર અરજી કરી શકે છે. માસિક સ્ટાઈપેન્ડ 25000 રૂપિયા હશે.





