Weekly bharti 2025 : તમે અરજી કરી કે નહીં? આ અઠવાડિયામાં સરકારી નોકરીઓની અરજી પ્રક્રિયા થઈ જશે બંધ

Government bharti online apply last date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને યુપીએસસી સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ સપ્તાહમાં સમાપ્ત થશે. વિવિધ ભરતી અંગેની માહિતી માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Government bharti online apply last date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને યુપીએસસી સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ સપ્તાહમાં સમાપ્ત થશે. વિવિધ ભરતી અંગેની માહિતી માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weekly Recruitment 2025

સાપ્તાહિક સરકારી નોકરી ભરતી, છેલ્લી તારીખ - photo - freepik

Weekly Government bharti, સાપ્તાહિક સરકારી નોકરી : સરકારી નોકરી મેળવવી એ દરેક યુવાનો માટે એક મોટું સ્વપ્ન છે, પરંતુ આ સ્વપ્નને સાકાર કરવા માટે સમયસર અરજી ફોર્મ ભરવું અને સતત અભ્યાસ કરતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે સરકારી ભરતીઓની છેલ્લી તારીખ નજીક આવી રહી છે અને સરકારી નોકરી માટે સતત મહેનત કરી રહેલા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. એક નાની ભૂલ અને પછી આખું વર્ષ રાહ જોવી પડી શકે છે.અહીં સપ્તાહમાં કેટલીક સરકારી ભરતીઓ અંગે જણાવવામાં આવ્યું છે જેની અરજી પ્રક્રિયા બંધ થવાની છે.

Advertisment

GSSSB ભરતી 2025, લેબોરેટરી ટેકનીશીયન વર્ગ-3 ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કામદાર રાજ્ય વીમા યોજના કચેરી હેઠળના લેબોરેટરી ટેક્નીશીયન, વર્ગ-3ની બે જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2025, રાતના 23.59 વાગ્યા સુધી છે.

GSSSB Bharti 2025, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર નોકરી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ-3ની કૂલ 8 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 18 જૂન 2025 રાતના 23.59 વાગ્યા સુધી છે.

UPSC એનડીએ II પરીક્ષા 2025

સીડીએસ II ની સાથે એનડીએ II માટે પણ અરજીઓ લેવામાં આવી રહી છે. એનડીએમાં 406 ખાલી જગ્યાઓ છે. જેમાં આર્મીની 208, નેવીની 42, એરફોર્સની 120 અને નેવલ એકેડેમીની 36 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે છેલ્લી તારીખ 17 જૂન 2025 સુધી અરજી કરી શકે છે.

Advertisment

SSC ફેઝ 13 ભરતી 2025

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ ફેઝ 13 સિલેક્શન પોસ્ટ દ્વારા 2423 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે, SSC વેબસાઇટ ssc.gov.in પર 23 જૂન 2025 સુધી અરજીઓ કરી શકાય છે. ફોર્મ ભરવા માટે, ઉમેદવારોએ 10મું 12મું પાસ કરેલું હોવું જોઈએ. તે જ સમયે, વય મર્યાદા 18 વર્ષથી મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ.

UPSC CDS II પરીક્ષા 2025

જો તમે સેનામાં અધિકારી બનવા માંગતા હો, તો CDS ભરતીમાં ચોક્કસપણે અરજી કરો. આ ભરતી 453 જગ્યાઓ માટે છે. આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2025 છે. અરજી ફી પણ આજ દિવસ સુધી ભરી શકાય છે. તે જ સમયે, CDS 2 પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાવાની શક્યતા છે.

ISRO ભરતી 2025

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ટેકનિકલ, વૈજ્ઞાનિક અને પુસ્તકાલય સહાયકની જગ્યાઓ માટે ફોર્મ બહાર પાડ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સારું કામ કરવા માંગતા ઉમેદવારો ISRO ની સત્તાવાર વેબસાઇટ isro.gov.in અને vssc.gov.in પર અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 18 જૂન 2025 છે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

AIIMS નાગપુર ભરતી 2025

AIIMS નાગપુરે પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ફોર્મ બહાર પાડ્યા છે. આ માટે અરજીઓ 17 મે થી ખુલ્લી છે, જેની છેલ્લી તારીખ 16 જૂન 2025 ના રોજ સમાપ્ત થશે. આ સીધી ભરતી કાર્ડિયોલોજી, ડર્મેટોલોજી, ENT, જનરલ સર્જરી, રેડિયો ડાયગ્નોસિસ સહિત કુલ 28 વિષયો માટે છે.

નોકરી કરિયર ભરતી સરકારી નોકરી