Weekly bharti 2025 : સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે આ સપ્તાહ મહત્વનું, આટલી ભરતીઓ થશે બંધ

Government bharti online apply last date : ગુજરાત મહેસૂલ તલાટી, પંચાયત સેવા ભરતીથી લઈને આર્મી ભરતી સુધીની ભરતીઓ માટે અરજી કરવામાં વિલંબ કરવા માટે હવે વધુ સમય બાકી નથી. આ ખાલી જગ્યા ફોર્મ આ અઠવાડિયે બંધ થઈ રહ્યા છે.

Written by Ankit Patel
Updated : June 09, 2025 08:33 IST
Weekly bharti 2025 : સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે આ સપ્તાહ મહત્વનું, આટલી ભરતીઓ થશે બંધ
સાપ્તાહિક સરકારી નોકરી ભરતી, છેલ્લી તારીખ - photo - freepik

Weekly Government bharti, સાપ્તાહિક સરકારી નોકરી : સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત સહિત દેશભરમાં ઘણી મોટી ભરતીઓની છેલ્લી તારીખ આ અઠવાડિયે પૂરી થવા જઈ રહી છે. ગુજરાત મહેસૂલ તલાટી, પંચાયત સેવા ભરતીથી લઈને આર્મી ભરતી સુધીની ભરતીઓ માટે અરજી કરવામાં વિલંબ કરવા માટે હવે વધુ સમય બાકી નથી.

આ ખાલી જગ્યા ફોર્મ આ અઠવાડિયે બંધ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફોર્મ ભરવાનું ચૂકી જવાનો અર્થ એ થશે કે સરકારી નોકરી મેળવવાની એક મહાન તક ગુમાવી દેવી. અહી આપેલી વિવિધ ભરતીઓ અંતર્ગત અરજી પ્રક્રિયા 15 જૂન 2025 સુધીમાં બંધ થઈ રહી છે.

ગુજરાત, મહેસૂલ તલાટી ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અંતર્ગત મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટીની નોકરી મેળવવા માટે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે કારણ કે 10-6-2025ના રોજ અરજી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ ફોર્મ ભરવાનું બંધ થઈ જશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, વર્ક આસિસ્ટન્ટ ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કૂલ 994 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી હતી. જે માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે ઉમેદવારોએ હજી પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો બે દિવસ બાકી છે. આ ભરતી અંતર્ગત અરજી પ્રક્રિયા 10-6-2025ના રોજ રાત્રે 11.59 વાગ્યે બંધ થઈ જશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ટ્રેસર ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ટ્રેસર, વર્ગ-3ની કૂલ 245 જગ્યાઓ માટે તાજેતરમાં ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 10-6-2025ના રોજ પૂર્ણ થઈ જશે. માટે જે ઉમેદવારોએ હજી સુધી અરજી કરવાની બાકી છે તેઓ 10-6-2025 ના રાત્રે 12 વાગ્યા પહેલા અરજી કરી દેવી. નહીં તો સરકારી નોકરીની તક ચૂકી જશો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ વિભાગો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ-3, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર વર્ગ-3, આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની અરજી પ્રક્રિયારની છેલ્લી તારીખ ચાલુ મહિનો એટલે કે જૂન મહિનામાં પુરી થાય છે.

આર્મી TES 54 એન્ટ્રી 2025

ભારતીય સેનામાં 10+2 TES એન્ટ્રી (જાન્યુઆરી 2026 બેચ) માટે ઓનલાઈન ખાલી જગ્યા ફોર્મ ખુલ્લા છે, જેની છેલ્લી તારીખ 12 જૂન 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. ટેકનિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ સેનામાં જોડાવા માંગતા ઉમેદવારોએ JEE મેન્સ 2025 ની પરીક્ષા અને 12મું ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, એટલે કે PCM 60 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ.

ભારતીય વાયુસેનાની ખાલી જગ્યા 2025

ભારતીય વાયુસેનામાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ્સ માટે નવી ભરતી બહાર પડી છે. જેના દ્વારા વાયુસેનામાં લોઅર ડિવિઝન ક્લાર્ક, હિન્દી ટાઇપિસ્ટ, રસોઈયા, સ્ટોર કીપર, સુથાર, એમટીએસ સહિત ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. 10મી અને 12મી પાસ ઉમેદવારો 15 જૂન 2025 સુધી આ ભરતી માટે અરજી કરી શકે છે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

UPSC ભરતી 2025

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ઓપરેશન્સ ઓફિસર, ડ્રગ ઇન્સ્પેક્ટર, લીગલ ઓફિસર, ટ્રેનિંગ ઓફિસર, સ્પેશિયાલિસ્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ફોર્મ 24 મેથી UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ભરવામાં આવી રહ્યા છે. જેની છેલ્લી તારીખ 12 જૂન 2025 છે. બેચલર ડિગ્રી / માસ્ટર ડિગ્રી અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ