Saptahik Sarkari Bharti 2025 Form List Last Date: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં નોકરીઓ મેળવવાનું સપનું જોઈ રહેલા લાખો યુવાનો માટે આ સપ્તાહ મહત્વનું બની રહશે. કારણ કે આ સપ્તાહમાં 5 મોટી સરકારી ભરતીઓની અરજી પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુપ્તચર વિભાગ, ભારતીય સેના અને એલઆઈસી જેવી ભરતીઓનો પણ સમાવેશ થાય છે. તપાસો કે તમે આમાં અરજી કરવાનું ચૂકી ગયા છો કે નહીં. ફોર્મ ભરવાની કોઈ તક તમારા હાથમાંથી ન જવા દો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતીની અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નીચે આપેલી ભરતીઓની અરજી કરવાની છેલ્લી તારીખ આ સપ્તાહમાં પુરી થવા જઈ રહી છે.
પોસ્ટ અરજી કરવાની છેલ્લી તારીખ બાગાયત નિરીક્ષક 9-9-2025 ડેન્ટલ ટેક્નિશિયન 10-9-2025 રોયલ્ટી ઈન્સ્પેક્ટર 10-9-2025 લેબોરેટરી આસિસ્ટન્ટ 11-9-2025 એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર 11-9-2025 સ્ટોર કિપર 12-9-2025
ભારતીય સેના ભરતી 2025
ભારતીય સેનામાં ખાસ કરીને NCC લોકો માટે નવી ભરતી બહાર પડી છે. જો તમે હજુ સુધી NCC 123મી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે અરજી કરી શક્યા નથી, તો 11 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. તમારી પાસે આ તારીખ સુધી અરજી કરવાનો સમય છે. પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો તેમાં અરજી કરવા પાત્ર છે.
ગુપ્તચર વિભાગ ભરતી 2025
ભારતના ગુપ્તચર વિભાગમાં જુનિયર ગુપ્તચર અધિકારી (JIO) બનવાની એક અદ્ભુત તક છે. IB JIO ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ www.ncs.gov.in અથવા www.mha.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા 394 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
LIC ભરતી 2025
જો તમે સ્નાતક છો અને સારી નોકરી શોધી રહ્યા છો, તો તમે LIC માં સારી નોકરી મેળવી શકો છો. LIC 800 થી વધુ ખાલી ઓફિસર પોસ્ટ્સ ભરવા માટે અરજીઓ મંગાવી રહ્યું છે. આ ભરતીની પ્રક્રિયા 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી, જે 8 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. LIC AE, AAO ખાલી જગ્યા ફોર્મ ભરવા માટે, તમારી ઉંમર 21 થી 30/32 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
RCFL ભરતી 2025
નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ કંપની (RCFL) 325 બેઠકો માટે એપ્રેન્ટિસશીપ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. ઉમેદવારો ગ્રેજ્યુએટ, ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસશીપ કરવા માટે આ ભરતી ફોર્મ ભરી શકે છે. છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર સાંજે 5:00 વાગ્યે છે. તાલીમની સાથે, તમને સારો માસિક સ્ટાઇપેન્ડ પણ મળશે.