Weekly Government Bharti 2025: આ સપ્તાહમાં 6 સરકારી નોકરીઓની અરજી પ્રક્રિયા થશે બંધ, કોની કઈ છે છેલ્લી તારીખ?

Government bharti online apply last date : આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઇન્ટેલિજન્સ એજન્સી, ઓઆઈસીએલ આસિસ્ટન્ટ, ભારતીય સેનામાં ભરતીની છેલ્લી તારીખ સમાપ્ત થઈ જશે.

Government bharti online apply last date : આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઇન્ટેલિજન્સ એજન્સી, ઓઆઈસીએલ આસિસ્ટન્ટ, ભારતીય સેનામાં ભરતીની છેલ્લી તારીખ સમાપ્ત થઈ જશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Government Job Latest Update

Gujarat Government Jobs Last Date to Apply Online: સાપ્તાહિક સરકારી ભરતી છેલ્લી તારીખ - photo- freepik

Saptahik Sarkari Bharti 2025 Form List Last Date: સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સપ્તાહ મહત્વનું છે. કારણ કે આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ઇન્ટેલિજન્સ એજન્સી, ઓઆઈસીએલ આસિસ્ટન્ટ, ભારતીય સેનામાં ભરતીની છેલ્લી તારીખ સમાપ્ત થઈ જશે. જો તમે હજુ સુધી આ ભરતીઓમાં અરજી કરી શક્યા નથી, તો તાત્કાલિક અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. આવી તક વારંવાર આવતી નથી. છેલ્લી તારીખ સાથે આ અઠવાડિયાની 6 ભરતીઓની સંપૂર્ણ યાદી અહીં છે.

Advertisment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગો માટે ભરતીઓ બહાર પાડી છે. જે પૈકી નીચે આપેલી પોસ્ટ માટેની આજે 11 ઓગસ્ટ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ છે. તો જે ઉમેદવારોએ હજી સુધી આ પોસ્ટો ઉપર અરજી ન કરી હોય તો આજે રાત્રે 11.59 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે.

પોસ્ટજગ્યા
સર્વેયર (PwD SRD) શહેરી5
સિનિયર સબ એડિટર-માહિતી મદદનીશ118
સર્વેયર વર્ગ-350
પ્લાનિંગ આસિસ્ટન્ટ170
લેબોરેટરી આસિસ્ટન્ટ (ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ)1

ઓઆઈસીએલ આસિસ્ટન્ટ ખાલી જગ્યા 2025

સરકારી વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઓઆઈસીએલ) એ આસિસ્ટન્ટ પદ માટે 500 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. 2 ઓગસ્ટથી શરૂ થયેલી આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જો તમે સ્નાતક છો, તો ઝડપથી અરજી કરો. પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

Advertisment
government jobs
સરકારી નોકરીઓ -Photo- freepik

SIDBI ખાલી જગ્યા 2025 ની છેલ્લી તારીખ

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) માં ગ્રેડ A અને ગ્રેડ B ઓફિસરની જગ્યાઓ ભરવા માટે અરજીઓ ખુલ્લી છે, જેના માટે IBPS ની સત્તાવાર વેબસાઇટ ibpsonline.ibps.in પર 11 ઓગસ્ટ સુધી અરજીઓ કરી શકાય છે.

ઇન્ટેલિજન્સ એજન્સી ભરતી 2025

જો તમે 17મું પાસ છો, તો તમે ભારતની ગુપ્તચર એજન્સીમાં પણ નોકરી મેળવી શકો છો. હા. ઇન્ટેલિજન્સ બ્યુરોએ સુરક્ષા સહાયક / એક્ઝિક્યુટિવ (SA / Exe) માટે અરજીઓ મંગાવી છે. 11987 ખાલી જગ્યાઓ બહાર પડી છે. જેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈથી ખુલી રહી છે જે 17 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભારતીય સેના ભરતી 2025

જો તમે ભારતીય સેનામાં અધિકારી બનવા માંગતા હો, તો તમારી પાસે આ સ્વપ્ન પૂર્ણ કરવાની તક છે. ભારતીય સેનાએ એપ્રિલ 2026 માં 66મા શોર્ટ સર્વિસ કમિશન (SSC) ટેક મેલ/ફિમેલ કોર્સમાં 350 થી વધુ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારો 111 ઓગસ્ટ સુધી સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર અરજી કરી શકે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) એ ઉત્તર પ્રદેશ, બરેલી, લખીમપુર ખીરી અને મુરાદાબાદની ત્રણ શાખાઓ માટે BC સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતી માટેના ફોર્મ બેંકની વેબસાઇટ www.centralbankofindia.co.in પર ભરવામાં આવી રહ્યા છે, જેની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ છે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા સ્નાતક ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.

નોકરી કરિયર ભરતી સરકારી નોકરી