/indian-express-gujarati/media/media_files/2025/12/29/weekly-bharti-2025-12-29-10-33-08.jpg)
સાપ્તાહિક સરકારી ભરતી Photograph: (freepik)
Saptahik Sarkari Bharti 2026 Form List: સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અરજીઓ ભરવામાં વિલંબ કરી રહ્યા છો, તો હવે વધુ સમય બાકી નથી. આ અઠવાડિયે મહત્વપૂર્ણ ભરતીઓ માટે અરજી કરવાની મુદત પૂરી થઈ રહી છે.
આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને બોર્ડર સિક્યુરીટી ફોર્સ સહિતની સરકારી ભરતીઓ માટે અરજી પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. ચાલો જાણીએ આ સપ્તાહમાં કઈ કઈ ભરતીઓ બંધ થવા જઈ રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2026)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જેમાં ફિઝિયોથેરાપિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, ડેન્ટલ ટેક્નિશિયલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીયો પૈકી ફિઝિયોથેરાપિસ્ટ ભરતી માટે છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2026 છે જ્યારે બાકી બે ભરતીઓ માટે છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2026 છે.
NCERT ખાલી જગ્યા 2026
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) વિવિધ બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારી રહી છે, જેમાં બિઝનેસ મેનેજર, સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સિનિયર એકાઉન્ટન્ટ, જુનિયર હિન્દી ટ્રાન્સલેટરનો સમાવેશ થાય છે. કુલ 173 જગ્યાઓ ખાલી છે. 10મા ધોરણથી લઈને સ્નાતક અને અનુસ્નાતક સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. અંતિમ તારીખ 16 જાન્યુઆરી, 2026 છે.
BSF ભરતી 2026
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 549 GD કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. 10મું ધોરણ પાસ અને રમતગમતની પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2026 છે. પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 170 સેમી અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ 157 સેમી હોવી જોઈએ. પસંદ કરાયેલા ઉમેદવારોને માસિક ₹21,700-₹69,100 પગાર મળશે.
હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભરતી 2026
હિન્દુસ્તાન કોપર લિમિટેડ (HCL) વિષય નિષ્ણાતો અને તબીબી વ્યાવસાયિકો માટે ખાલી જગ્યાઓ ભરી રહી છે. ખાસ વાત એ છે કે આ નોકરી મેળવવા માટે તમારે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. ઉમેદવારોની પસંદગી ફક્ત વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. જો કે, આ પદ માટે ડિગ્રી અને સારો અનુભવ જરૂરી છે. તમે 13 જાન્યુઆરી, 2026 સુધી ઑફલાઇન અરજી કરી શકો છો.
આધાર કંપનીમાં નોકરીઓ
UIDAI, આધાર કાર્ડ બનાવતી કંપની, બેંગલુરુમાં તેના ટેકનોલોજી સેન્ટર માટે લાયક કર્મચારીઓની શોધ કરી રહી છે. બે સેક્શન ઓફિસરની જગ્યાઓ ખાલી છે. હાલમાં સરકારી સેવામાં અનુભવી ઉમેદવારો 12 જાન્યુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની લિંક સત્તાવાર વેબસાઇટ, uidai.gov.in પર ઉપલબ્ધ છે.
દિલ્હી MTS ભરતી 2026
દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (DSSSB) 700 થી વધુ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) પદો માટે અરજીઓ સ્વીકારી રહ્યું છે. માન્ય બોર્ડમાંથી 10મા ધોરણની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2026 સુધી સત્તાવાર વેબસાઇટ dsssb.delhi.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ- UPSC Exam : 2026 થી UPSC પરીક્ષામાં મોટો ફેરફાર! ફક્ત આવો ટેસ્ટ પાસ કરનારાઓ જ આપી શકશે ભરતી પરીક્ષા
પટવારી ભરતી 2026
હિમાચલ પ્રદેશમાં પટવારી ભરતી માટે અરજી કરવાની મુદત ટૂંક સમયમાં બંધ થઈ રહી છે. સારી સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારો પટવારી તાલીમાર્થી પદ માટે પણ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2026 છે. જરૂરી શૈક્ષણિક લાયકાત 12મું પાસ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us