/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/weekly-Government-bharti.jpg)
Gujarat Government Jobs Last Date to Apply Online: સાપ્તાહિક સરકારી ભરતી છેલ્લી તારીખ - photo- freepik
Saptahik Sarkari Bharti 2025 Form List, સાપ્તાહિક ભરતી 2025 : સરકારી નોકરી મેળવવા માટે યોગ્ય દિશામાં સખત મહેનત કરવી અને સમયસર ભરતી ફોર્મ ભરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જ તમે સફળ થશો. આ અઠવાડિયે,ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી (GPHC) , ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ, ઇન્ડિયા ઓઇલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત 7 ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ બંધ થઈ રહી છે. જો તમે આ ભરતીઓની રાહ જોઈ રહ્યા છો પરંતુ હજુ સુધી ફોર્મ ભર્યું નથી, તો સમય બગાડ્યા વિના અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. આવી તકો વારંવાર આવતી નથી. દરેક માટે છેલ્લી તારીખ સાથેની સંપૂર્ણ યાદી અહીં છે.
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી (GPHC)
ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વિવિધ એન્જીનિયર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અધીક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની કુલ 8 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. ઉમેદવારો આજે 15 ડિસેમ્બર 2025 રાત્રે 11.59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આજે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગની ભરતી માટે અરજી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ, કાયદા સલાહકાર ભરતી
ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ દ્વારા લીગલ એડવાઈઝર એટલે કે કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે. વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 20-12-2025ના રોજ રાખવામાં આવ્યું છે.
ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશિપ 2025 (Indian Amry bharti)
જો તમે ભારતીય સેનામાં જોડાવા અને નોકરી પર શીખવા માંગતા હો, તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય સેનાએ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ (IAIP) માટે નોંધણીઓ ખોલી છે. આ ઇન્ટર્નશિપ એવા યુવાનોને પસંદ કરે છે જેઓ લાઇવ પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેક મિશન પર આર્મી સાથે કામ કરશે. B.E./B.Tech ડિગ્રી (કમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ/IT/ECE) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 21 ડિસેમ્બર, 2025 છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ખાલી જગ્યા 2025 (BOI bharti 2025)
જે ઉમેદવારો બેંકમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) ભરતી માટે પણ અરજી કરી શકે છે. બેંક તેના કૃષિ, ગ્રામીણ વિકાસ અને નાણાકીય સમાવેશ વિભાગ, સેન્ટ્રલ ઓફિસ માટે BC સુપરવાઈઝરની ભરતી કરી રહી છે. નિવૃત્ત અને યુવાન બંને ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 20 ડિસેમ્બર, 2025 છે. આ સમય પછી સબમિટ કરેલી અરજીઓ માન્ય રહેશે નહીં.
ઇન્ડિયન ઓઇલ ભરતી 2025 (IOCL bharti 2025)
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) પાસે 12મા ધોરણની લાયકાત, ITI લાયકાત, ડિપ્લોમા લાયકાત અને સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખુલ્લી એપ્રેન્ટિસશીપ ખાલી જગ્યાઓ છે. એપ્રેન્ટિસશીપ દ્વારા પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની મુદત 18 ડિસેમ્બર, 225 ના રોજ બંધ થશે. પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. પસંદગી ફક્ત ગુણના આધારે કરવામાં આવશે.
મેનેજમેન્ટ ટ્રેઇની ખાલી જગ્યા 2025
સારી નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF) માં અરજી કરી શકે છે. ભારત સરકારની આ નવરત્ન કંપનીએ મેનેજમેન્ટ ટ્રેઇની (સેફ્ટી) ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો ૨૦ ડિસેમ્બર સાંજે ૫ વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. એક વર્ષના તાલીમ સમયગાળા દરમિયાન માસિક પગાર ₹60,000 અને ત્યારબાદ ₹40,000-₹1,40,000 રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
OICL AO ભરતી 2025 (OICL Recruitment 2025)
જાહેર વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL) એ વહીવટી અધિકારી (AO) પદો માટે 300 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અંતિમ તારીખ 15 ડિસેમ્બર, 2025 છે. લાયકાતમાં સ્નાતક અને 21 થી 30 વર્ષ વચ્ચેની ઉંમરનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us