Weekly Government Bharti 2025: GSSSBથી લઈને SBI સુધીની અરજી પ્રક્રિયા થશે બંધ, ફટાફટ વાંચી લો

Government bharti online apply last date : આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટેની અરજી પ્રક્રિયા બંધ થશે. આ સપ્તાહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કચ્છ જિલ્લાની ભરતીઓ પણ બંધ થવા જઈ રહી છે.

Written by Ankit Patel
Updated : July 28, 2025 09:45 IST
Weekly Government Bharti 2025: GSSSBથી લઈને SBI સુધીની અરજી પ્રક્રિયા થશે બંધ, ફટાફટ વાંચી લો
Gujarat Government Jobs Last Date to Apply Online: સાપ્તાહિક સરકારી ભરતી છેલ્લી તારીખ - photo- freepik

Saptahik Sarkari Bharti 2025 Form List Last Date: ગુજરાતમાં નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ સપ્તાહ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટેની અરજી પ્રક્રિયા બંધ થશે. આ સપ્તાહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કચ્છ જિલ્લાની ભરતીઓ પણ બંધ થવા જઈ રહી છે. જે ઉમેદવારોએ અરજી કરી નથી એ ફટાફટ અરજી કરી દે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. સીટી એન્જીનીયરથી લઈને કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) સહિતની કુલ 08 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ ઉપર અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 છે.

પોસ્ટજગ્યા
સીટી એન્જીનીયર1
એડીશનલ સીટી એન્જીનીયર1
ગાયનેકોલોજીસ્ટ1
પીડીયાટ્રીશિયન3
ઈ.ડી.પી. મેનેજર1
કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ)1
કુલ8

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતીઓ માટે અરજી પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે નીચે આપેલી પોસ્ટની અરજી પ્રક્રિયા આ સપ્તાહમાં પુરી થશે. છેલ્લી તારીખ નીચે પ્રમાણે આપેલી છે.

પોસ્ટઅરજી કરવાની છેલ્લી તારીખ
ટેક્નિકલ આસિસ્ટન્ટ28-7-2025
જુનિયર ફાર્માસિસ્ટ28-7-2025
સર્વેયર28-7-2025
માઈન્સ સુપરવાઈઝર30-7-2025
એડેશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ)31-7-2025
વર્ક આસિસ્ટન્ટ વર્ગ-331-7-2025

વિસનગર નગરપાલિકાએ સીટી મેનેજર પોસ્ટ

મહેસાણા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વિસનગરમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. વિસનગર નગરપાલિકાએ સીટી મેનેજર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. જોકે, આ 28 જુલાઈ 2025ના રોજ અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.

કચ્છમાં વેટરનરી ડોક્ટર ભરતી

નાયબ વન સંરક્ષણ કચેરી ભુજ-કચ્છ દ્વારા બન્ની ગ્રાસલેન્ડ વિભાગ, ભુજના તુગા(લુણા) રેન્જના ભગાડિયા ખાતેના ચિત્તા કન્ઝર્વેશન એરિયા માટે વેટરનરી ડોક્ટરની નિમણુક માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા આજે 28 જુલાઈ 2025ના રોજ અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.ટ

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકા – સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની ભરતી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માટે સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની કુલ 84 જગ્યાઓ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે જે 30 જુલાઈ સુધી ચાલશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 1 કરોડ રૂપિયાના પેકેજ સાથે સરકારી નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. SBIએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 જુલાઈ, 2025 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા 31 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ