Weekly Bharti 2025 : આ અઠવાડિયું સરકારી નોકરીઓ માટે મહત્વનું, ગુજરાત આંગણવાડીથી લઈને SBI બેંકની ભરતીઓ થશે બંધ

Government bharti online apply last date : ઓગસ્ટના આ અઠવાડિયે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની છેલ્લી તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો.

Written by Ankit Patel
Updated : August 25, 2025 09:21 IST
Weekly Bharti 2025 : આ અઠવાડિયું સરકારી નોકરીઓ માટે મહત્વનું, ગુજરાત આંગણવાડીથી લઈને SBI બેંકની ભરતીઓ થશે બંધ
સાપ્તાહિક સરકારી ભરતી છેલ્લી તારીખ - photo-freepik

Saptahik Sarkari Bharti 2025 Form List Last Date: ​ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મોટી ભરતીઓની યાદી તમારા માટે તૈયાર છે. આ અઠવાડિયે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની છેલ્લી તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. બધી અરજીઓ ઓનલાઈન લેવામાં આવી રહી છે. જો તમે લાયક હોવા છતાં આ ભરતીઓમાં ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો, તો તમે સરકારી નોકરી મેળવવાની સારી તક ગુમાવી શકો છો. સંપૂર્ણ યાદી નીચે આપેલ છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 (Gujarat Anganwadi bharti 2025)

ગુજરાતમાં 10મા અને 12મા પાસ મહિલાઓ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકર અને તેડાગરની 9000 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2025)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હસ્તકના નિયામક આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ વર્ગ-3ની કુલ 261 જગ્યાઓ માટે ઉમેદાવરો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ જગ્યા માટે આજે 25 ઓગસ્ટ 2025, અરજી કરવાની છેલ્લી તારીખ છે.

government jobs
સરકારી નોકરીઓ -Photo- freepik

ISRO ભરતી 2025 (ISRO bharti 2025)

ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈજેશન દ્વારા તાજેતરમાં LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી કૂલ 22 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. જે માટે અરજ કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025ના દિવસે પુરી થાય છે.

SBI, IBPS ક્લાર્ક ભરતી 2025 (SBI bharti 2025)

IBPS અને SBIમાં ક્લાર્ક ભરતી બહાર પડી છે. SBIમાં IBPS ક્લાર્કની 10,277 અને ક્લાર્કની 6589 જગ્યાઓ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. કોઈપણ સ્નાતક જે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો SBI ક્લાર્ક માટે છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી અને IBPS ક્લાર્ક માટે 28 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

બેંક ઓફ બરોડા ભરતી 2025 (BOB bharti 2025)

બેંક ઓફ બરોડામાં 417 મેનેજર અને ઓફિસર પોસ્ટ્સ માટે અરજીઓ ચાલુ છે. જો સ્નાતક ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોય તો તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી વિન્ડો સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in પર છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી ખુલ્લી છે. પગાર 64620 રૂપિયાથી 93960 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ