/indian-express-gujarati/media/media_files/2025/12/29/weekly-bharti-2025-12-29-10-33-08.jpg)
સાપ્તાહિક સરકારી ભરતી Photograph: (freepik)
Gujarat Sarkari Bharti List 2025-26: જો હજી સુધી તમે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માટે અરજી કરી નથી. તમારે અરજી કરવાની બાકી છે તો ફટાફટ અરજી કરી દો. કારણ કે આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પડાયેલી ત્રણ ભરતીઓ માટે અરજી પ્રક્રિયા બંધ થશે. આ અઠવાડિયે GSSSBની જુનિયર ફાર્માસીસ્ટ - 209, ગ્રંથાલય કારકૂન - 86, મદદનીશ ગ્રંથપાલ- 100 જગ્યા મળીને કૂલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પુરી થશે.
GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીના ગ્રામ્ય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેરામેડીકલ સંવર્ગની જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3ની કુલ 209 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2025 છે. જેમણે આ પોસ્ટ માટે અરજી કરવાની બાકી હોય તો અંતિમ તારીખ પહેલા ફટાફટ અરજી કરી દેવી.
ઓજસ ભરતી અંતર્ગત ગ્રંથાલય કારકૂન નોકરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકૂન, વર્ગ-3 સંવર્ગની કૂલ 86 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.જે ઉમેદવારોને આ પોસ્ટ માટે હજી અરજી કરવાની બાકી હોય તો 30 ડિસેમ્બર 2025, રાત્રે 11.59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
મદદનીશ ગ્રંથપાય, વર્ગ-3 ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાય, વર્ગ-3 સંવર્ગની કુલ-100 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતી જાહેર કરી છે.
આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
આ માટે ઉમદેવારો પાસેથી GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વર્ગ 3 અધિકારીની આ ભરતી માટે અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો ઉમેદવારોએ 30 ડિસેમ્બર 2025,રાત્રે 11.59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us