Recruitment News : આ સપ્તાહમાં આટલી ભરતીની છેલ્લી તારીખ, ફટાફટ કરો અરજી

weekly job alert : આ અઠવાડિયે આસામ રાઈફલ્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર, AIIMS NORCET 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ રહી છે.

Written by Ankit Patel
March 17, 2025 10:48 IST
Recruitment News : આ સપ્તાહમાં આટલી ભરતીની છેલ્લી તારીખ, ફટાફટ કરો અરજી
સાપ્તાહિક જોબ એલર્ટ - Photo - freepik

Sarkari Bharti 2025 Form Last Date: અત્યારે ગુજરાત સહિત દેશમાં વિવિધ પોસ્ટ અને સરકારી નોકરીઓ માટે ભરતી ચાલી રહી છે. ત્યારે આ અઠવાડિયે આસામ રાઈફલ્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર, AIIMS NORCET 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ રહી છે. ઉમેદવારો આ ભરતી માટે 23 માર્ચ સુધી અરજી કરી શકે છે. ચાલો જાણીએ આ અઠવાડિયાની કઈ કઈ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે.

આસામ રાઇફલ રેલી 2025 ફોર્મ

10મા, 12માના વિદ્યાર્થીઓ માટે આસામ રાઈફલ્સમાં ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2025 માટે અરજીઓ લેવામાં આવી રહી છે. આસામ રાઈફલ્સની અધિકૃત વેબસાઈટ www.assamrifles.gov.in પર 22મી ફેબ્રુઆરીથી ઓનલાઈન એપ્લિકેશન લિંક સક્રિય છે. જેમાં લાયક ઉમેદવારો 22 માર્ચ 2025 સુધી ફોર્મ અરજી કરી શકે છે.

AIIMS NORCET 8મી પરીક્ષા 2025

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નર્સિંગ ઓફિસર ભરતી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (NORCET) 8મી પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો છેલ્લી તારીખ 17મી માર્ચ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરીને આ પરીક્ષામાં બેસી શકશે. તેની પ્રિલિમ પરીક્ષા એટલે કે સ્ટેજ-1ની પરીક્ષા શનિવાર, 12 એપ્રિલ, 2025ના રોજ યોજાય તેવી શક્યતા છે.

IPPB નોકરીઓ 2025 છેલ્લી તારીખ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે સર્કલ આધારિત એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.ippbonline.com પર છેલ્લી તારીખ 21 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. આ ખાલી જગ્યાઓ છત્તીસગઢ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યો માટે આમંત્રિત કરવામાં આવી છે.

નિવૃત્ત લોકો માટે ભરતી 2025

SBI એ એવા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરી છે જેઓ બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી ફરીથી નોકરી શોધી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નિવૃત્ત બેંક કર્મચારીઓ માટે કાઉન્સેલર અને ડિરેક્ટરની ખાલી જગ્યા માટે ફોર્મ આમંત્રિત કર્યા છે. ઉમેદવારો 21 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે.

DU આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી 2025

DUની દયાલ સિંહ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે ફોર્મ બહાર પડયા છે. સરકારી કોલેજમાં અધ્યાપનની નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ 21 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ DU ભરતી પોર્ટલ dsce.du.ac.in પર જવું પડશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજસ્થાન પટવારી ભરતી 2025

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન કમિશન (RSSB) દ્વારા પટવારીની ભરતી માટે અરજીઓ લેવામાં આવી રહી છે. પટવારીની સરકારી નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rssb.rajasthan.gov.in પર 23 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. કોઈપણ વિષયમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ