Mark Zuckerberg Offers $250 Million Salary To Matt Deitke: આઈટી સેક્ટરની કંપનીઓ એક બાજુ કર્મચારીઓના છટણી કરી રહી છે ત્યારે બીજી બાજુ એક 24 વર્ષના યુવાનને 25 કરોડ ડોલરની નોકરીની ઓફર થઇ છે. આ જોબ ઓફર ફેસબુક એટલે કે મેટા કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કરી છે. આ યુવાને પહેલા તો આટલા જંગી પગારની જોબ ઓફર નકારી દીધી હતી. જો કે છેલ્લે મેટા કંપની ચેરમેન માર્ક ઝુકરબર્ગ જાતે આ યુવાનને મળ્યા અને તેને નોકરી માટે મનાવવામાં સફળ રહ્યા છે. ચાલો જાણીયે કોણે છે મેટ ડાઇટેક જેને 24 વર્ષની ઉંમરે 25 કરોડ ડોલરની નોકરી મળી છે.
મેટ ડેઇટકે કોણ છે?
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ 24 વર્ષીય મેટ ડેઇટકે એક AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં એક જાણીતું નામ છે. તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડીમા એડમિશન લીધું હતું, જો કે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.ત્યારબાદ તેમણે ફરી સિએટલમાં એલન ઇન્સ્ટિટ્યુટ ફોર AI માં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે AI ચેટબોટ મોલમો ડેવલપ કરવામાં મોટું યોગદાન આપ્યું. એટલું જ નહીં ડેઇટકે NeurIPSમાં આઉટસ્ટેન્ડિંગ પેપર એવોર્ડ મળ્યો હતો, જે દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત AI કોન્ફરન્સ પૈકીનો એક છે.
છેવટે 25 કરોડ ડોલરના પગારમાં રાજી થયો
તાજેતરમાં ફેસબુક એટલે કે મેટ કંપની AI સેક્ટરમાં આગળ વધવા નવા કર્મચારીઓની ભરતી કરી રહી છે. આ દરમિયાન માર્ક ઝુકરબર્ગ AI રિસર્ચર ડેટ ડેઇટકે થી એટલા બધા પ્રભાવિત થયા કે તેને 12.5 કરોડ ડોલરની જોબ ઓફર કરી હતી, જો કે ડેઇટકે તેને નકારી દીધી હતી. ત્યાર બાદ માર્ક ઝુકરબર્ગ ખુદ આ યુવાનને મળ્યા અને ચાર વર્ષ માટે 25 કરોડ ડોલર ઓફર કરી છે. ભારતીય ચલણમાં ગણીયે તો આ રકમ 2200 કરોડ રૂપિયા જેટલી થાય છે. છેલ્લે પોતાના મિત્રો અને સહકર્મચારી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મેટ ડેઇટકે માર્ક ઝુકરબર્ગની 25 કરોડ ડોલરની ઓફરનો સ્વીકાર કર્યો છે.
મેટ ડેઇટકેનું સ્ટાર્ટઅપ
AI રિસર્ચર મેટ ડેઇટકે પોતાનું Vercept નામનું એક સ્ટાર્ટઅપ પણ ચલાવે છે, જેની સ્થાપના તેમણે નવેમ્બર 2023માં અમુક મિત્રો સાથે મળીને કરી હતી. ડેઇટકેનું સ્ટાર્ટઅપ એવા AI એજન્ટ્સ પર કામ કરે છે, જે ઇન્ટરનેટ બેઝ્ડ સોફ્ટવેરનો ઉપયોગ કરી ઓટોમેટિક કામગીરી કરી છે. ડેઇટકેના સ્ટાર્ટઅપમાં માત્ર 10 કર્મચારી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ સ્ટાર્ટઅપ્સના રોકાણકારોમાં ગૂગલના પૂર્વ સીઇઓ એરિક શ્મિટ પણ સામેલ છે.





