/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/front-view-businesswoman-posing-with-tablet-office.jpg)
વિવિધ કંપનીઓ દ્વારા મહિલા કર્મચારીઓની ભરતીમાં વધારો થઇ રહ્યો છે. (Photo - Freepik)
Hirepro Report On Women Campus Hiring : મહિલા કેમ્પસ ભરતી રિપોર્ટ ન્યૂઝ: મહિલાઓ માટે સારા સમાચાર છે. કેમ્પસ રિક્રુમેન્ટમાં મહિલાઓની ભરતીમાં વધારો થયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાંથી કેમ્પસ ભરતી 2022-23માં મહિલાઓની ભરતીમાં પાંચ ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કંપનીઓ વર્કપ્લેસ પર સમાનતા અને ડાઇવર્સિફિકેશન લાવવા માટે ઉત્સાહિત છે.
કોલેજ કેમ્પસની ભરતીમાં મહિલાઓનો હિસ્સો 40 ટકા
એઆઈ આધારિત રિકુર્મેન્ટ સંબંધિત કંપની હાયરપ્રો ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષ (2022-23)માં કોલેજ કેમ્પસમાંથી ભરતી કરવામાં આવેલા નવા ટેલેન્ટમાં 40 ટકા મહિલાઓ હતી. પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો 35 ટકા હતો.
આ રિપોર્ટ દેશના મધ્ય, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ એમ પાંચેય પ્રદેશોમાં બીટેકના 5,50,000 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તારણ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાનના આંકડાના મૂલ્યાંકન પર આધારિત છે.
મહિલાની આઈટી સેક્ટરમાં સૌથી વધુ ભરતી
આ રિપોર્ટ અનુસાર, મોટાભાગની મહિલાઓએ આઇટી, બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ એન્ડ ઇન્સ્યોરન્સ (બીએફએસઆઇ) અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) જેવા સેક્ટર માટે છેલ્લા નાણાકીય વર્ષમાં કેમ્પસ ભરતી પરીક્ષાઓ આપી હતી. આ આંકડાના વધુ વિશ્લેષણથી જાણવા મળે છે કે કેમ્પસ હાયરિંગમાં મહિલાઓની ભાગીદારીની દ્રષ્ટિએ આઇટી સર્વિસિસ સેક્ટર ટોચનું સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો | GPSC નાયબ મામલતદાર પ્રિલિમ્સ પરીક્ષામાં 3342 ઉમેદવાર શોર્ટલિસ્ટ, અહીં ચેક કરો તમારું પરિણામ
આ રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે નોકરી માટે દક્ષિણ ભારતમાં 2022-23માં કેમ્પસ હાયરિંગ એક્ઝામમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ 39 ટકા હતી. આ દરમિયાન,પૂર્વમાં કેમ્પસ હાયરિંગમાં સૌથી ઓછી ભાગીદારી 24 ટકા જોવા મળી હતી. તો પશ્ચિમ વિસ્તારમાં 34 ટકા, મધ્ય ઝોનમાં 28 ટકા અને ઉત્તર ઝોનમાં 27 ટકા ભાગીદારી જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us