/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/thief.jpg)
બાઇક ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ
અમદાવાદઃ શિયાળો ધીમે ધીમે ચાલું થઈ રહ્યો છે. ત્યારે ઠંડીની મૌસમમાં ચોરો પણ સક્રિય થઈ ગયા છે. સમયની સાથે સાથે ચોરોની ચોરી કરવાની પણ મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં બહાર આવેલા બાઈક ચોરીનો સીસીટીવી વીડિયો જોતા એવું લાગે છે કે સોસાયટીમાં પાર્ક લોક કરેલા ટુવ્હીલર પણ સુરક્ષીત નથી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચોર ટુકડી પૈકી ચાર ચોર બાઈકને સોસાયટીની દિવાલ કૂદાડીને ચોરી કરે છે.
ચોરોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી બદલાઈ!
સામાન્ય રીતે ચોરો રસ્તામાં પડેલા બાઈક કે ખુલ્લી જગ્યાએ પાર્ક કરેલા બાઈકોને ટાર્ગેટ બનાવીને ચોરી કરતા હોય છે. પરંતુ હવે જાણે ચોરોની બાઈક ચોરી કરવાની રીત બદલાઈ હોય એવું અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી દિવાળી બ્લિસિંગ્સમાં થયેલી બાઈક ચોરીની ઘટના પરથી લાગી રહ્યું છે. બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચાર ચોર મોંઘી બાઇકને ઉચકીને દિવાલની બીજી બાજુ લઈ જાય છે. આ દ્રશ્યો જોતા માની શકાય કે હવે દિવાલોની અંદર રહેલા ટુવ્હીલર પણ હવે સુરક્ષિત નથી.
6-7 ચોરની ટૂકડીએ સોસાયટીને બનાવી ટાર્ગેટ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી દિવાળી બ્લિસિંગ્સ સોસાયટીને ચોર ટૂકડીએ જાણે ટાર્ગેટ બનાવી હોય એમ ગણતરીના દિવસોમાં બે વખત ચોર ટૂકડી ત્રાટકી હતી. મંગળવારે વહેલી સવારે આશરે 4થી 5 વાગ્યા વચ્ચે 6-7 જણાની ચોર ટૂકડી સોસાયટીની પાછળની દિવાલ કૂદીને અંદર પ્રવેસી હતી. અને ત્રણ બાઈક ચોરીનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અમદાવાદમાં મોંઘી બાઈકની ચોરીનો સીસીટીવી વીડિયો #Ahmedabad#Gujarat#CCTVpic.twitter.com/zp41O02YS0
— IEGujarati (@IeGujarati) November 1, 2022
બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ચોર ટૂકડી સોસાયટીની પાછળની દિવાલથી કૂદીને અંદર આવ્યા હતા. અને એ અને બી બ્લોકમાં પાર્ક કરેલા ત્રણ બાઈક લઈને પાછળના ભાગે દિવાલ કૂદાવીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. બે બાઈકને દિવાલને બીજી બાજુ લઈ ગયા હતા જ્યારે એક બાઈકની ચોરી કરવાની તૈયારી હતી ત્યારે સ્થાનિક લોકો જાગી જતાં બુમો પાડી હતા. ચોર બાઈક મુકીને પાછળ અંધારાના ભાગમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ ચોરોએ સ્થાનિક લોકોના ઘર ઉપર પથ્થર મારો કર્યો હતો. જોકે, વધારે સંખ્યામાં લોકો એકઠાં થઈ જતાં ચોર ત્યાંથી ફરર થઈ ગયા હતા. બાઈક ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
બેસતા વર્ષની પૂર્વ રાત્રીએ બે ઘરના તાળા તૂટ્યા હતા
ઉલ્લેખનીય છે કે બેસતું વર્ષ એટલે ગત બુધવારે 28 ઓક્ટોબર 2022ની આગલી રાત્રે 27 ઓક્ટોબર 2022ના રાત્રે આશરે 3 વાગ્યાથી 4 વાગ્યાની સમયગાળા દરમિયાન ચોર ટોળકીએ બી બ્લોકના બે ઘરોના તાળા તોડ્યા હતા. અને ઘરમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સોસાયટીમાં પ્રવેશતા ચોરો પણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
એક સપ્તાહની અંદર સોસાયટીમાં ચોરોના આંટાફેરાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગૃહિણીઓમાં પણ ડર આવી ગયો છે. જોકે, સોસાયટીના લોકોએ પોલીસને અરજી કરતા પોલીસે પેટ્રોલિંગ કરવાની ખાતરી પણ આપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us