રિતુ સરિનઃ અંડમાન અને નકોબાર દ્વિપ સમૂહના પૂર્વ મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણ અને શ્રમ આયુક્ત આર એલ ઋષિ સામે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીને સેક્સ રેકેટના પુરાવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર નારાયણ ઉપર 21 વર્ષીય એક મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીને જાણવા મળ્યું હતું કે પૂર્વ મુખ્ય સચિવના ઘરે 20થી વધારે મહિલાઓને લઈ જવાી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસે અંડમાન અને નિકોબાર પોલીસની એસઆઈટીના હવાલાથી જણાવ્યું હતું કે મુખ્ય સાક્ષીઓએ જે નિવદનો આપ્યા એનાથી સેક્સ રેકેટની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપ બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે અત્યારે જિતેન્દ્ર નારાયણને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જિતેન્દ્ર નારાયણ AGMUT કેડરના 1990ની બેચના આઈએએસ અધિકારી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે, આમાં 20થી વધારે મહિલાઓ કથિત રીતે પોર્ટ બ્લેયરના તેમના એક વર્ષ જૂના કાર્યકાળ દરમિયાન પૂર્વ મુખ્ય સચિવના આવાસ પર લઈ જવાયા હતા. આ પૈકી કેટલીક મહિલાઓને યૌન શોષણના બદલે નોકરી મળી ગઈ હતી. નારાયણ 28 ઓક્ટોબરે એસઆઈટી સામે રજૂ થઈ શકે છે. કલકત્તા હાઈકોર્ટ દ્વારા એસઆઈટીની સામે રજૂ થવાની અંતિમ તારીખ નિર્ધારિત કરી હતી.
પોર્ટ બ્લેયરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બે અધિકારીઓના મોબાઈલ ફોનના સીડીઆર (કોલ ડેટા રેકોર્ડ), બંને સસ્પેન્ડ અને 21 વર્ષીય મેચ તારીખો ઉપર ઘટનાઓના કથિત અનુક્રમના રૂપમાં જેવું જ મહિલાઓ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધ ઇન્ડિય એક્સપ્રેસના સૂત્રોના હવાલે કહ્યું હતું કે મુખ્ય સચિવના ઘરમાં સ્થાપિત ક્લોઝ સર્કિટ કેમેરા સિસ્ટમના ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર)ની હાર્ડ ડિસ્કને પહેલાથી જ ડિલિટ કરી કરી દીધી હતી. તેમના પોર્ટથી દિલ્હી ટ્રાન્સફરના સમયે ડીવીઆરને પણ હટાવવામાં આવ્યું હતું.
બીજી તરફ પોતાના ઉપર લાગેલા આરોપોને નકારતા જિતેન્દ્ર નારાયણે ગૃહમંત્રાલય અને અંડમાન નિકોબાર પ્રશાસનને એક પત્ર લખીને કહ્યું હતું કે, તેમની સામે ષડયંત્ર ચરવામાં આવ્યું છે. એફઆઈઆરમાં આપવામાં આવેલી બે તારીખો પૈકી એક પોર્ટ બ્લેયરમાં પોતાની ઉપસ્થિતિને નકારતા કોર્ટમાં અરજી કરી છે.