CISFના કોસ્ટેબલે વેલકમ મેટ્રો સ્ટેશનના વોશરૂમમાં પોતાને ગોળી મારી, થોડા મહિના પહેલા જ થયા હતા લગ્ન

cisf constable shoots himself : મૃતક જવાન બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી હતો. એ વર્ષ 2021માં CISFમાં સિપાહીના પદ પર ભરતી થયો હતો.

cisf constable shoots himself : મૃતક જવાન બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી હતો. એ વર્ષ 2021માં CISFમાં સિપાહીના પદ પર ભરતી થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીના વેલકમ મેટ્રો સ્ટેશનમાં શૌચાલયમાં અંદર કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળ (સીઆઈએસએફ)ના 22 વર્ષીય સિપાહીએ પોતાની સર્વીસ રાઈફ્લથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી. સમાચાર એજન્સી PTI એ પોલીસના હવાલાથી કહ્યું કે ઘટના શુક્રવારે રાત્રે થઈ હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ PTIને કહ્યું કે રાત્રે લગભગ 8 વાગે મેટ્રો સ્ટેશનના વોશરૂમમાંથી ગોળીનો અવાજ આવ્યો હતો.

Advertisment

મતૃક જવાની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને આ ઘટનાનો ખુલાસો થઈ શક્યો નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. એની સાથે બિહારમાં રહેતા જવાનના પરિવારવાળાને આ ઘટનાની જાણકારી આપી હતી. પરિવારના આવ્યા પછી લાશનું પોસ્ટમોર્ટમ કરાવશે.

મૃતક જવાન બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી હતો. એ વર્ષ 2021માં CISFમાં સિપાહીના પદ પર ભરતી થયો હતો. જવાનની પોસ્ટિંગ વેલકમ મેટ્રો સ્ટેશન પર હતી. ઘટનાની માહિતી મળતા જ શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસમાં પોલીસે જાણ્યું કે સિપાહીએ બાથરૂમમાં પોતાની સર્વિસ SLRથી ગોળી મારી આત્મહત્યા કરી હતી અને તપાસ આગળ ચાલી રહી છે.

મૃતક જવાન લગભગ 5 મહિના પહેલા જ ટ્રેનિંગ લઈને આવ્યો હતો. મૃતક જવાન અજયના લગ્ન નક્કી થઇ ગયા હતા. આ વર્ષે ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના હતા. પોલીસ તેના પરિવાર સાથે પણ પૂછપરછ કરશે જેથી આત્મહત્યાનું સાચું કારણ જાણી શકાય. પોલીસે જવાનનો મોબાઈલ ફોનની પણ તપાસ કરી હતી.

Advertisment

જ્યારે વોશરૂમથી ગોળીનો અવાજ આયો તો ત્યાં હાજર સુરક્ષાકર્મી તરત અંદર પહોંચ્યા જ્યાં જવાન અજય લાહીથી લોથપોથ પડ્યો હતો. તેની રિવોલ્વર હતી અને એના કાન પર ગોળી વાગી હતી. સિપાહી અજયને તરત નજીકના હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ડૉક્ટરએ તેને મૃતક જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

ક્રાઇમ ન્યૂઝ દેશ