/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/crime-news-man-arrest.jpg)
Crime news: ગોવામાં આરડીએક્સનો જથ્થો લઇ જવાતો હોવાનો ફેક કોલ કરનાર ઝડપાયો (પ્રતિકાત્મક તસવીર- ફ્રીપીક)
Crime News: મુંબઇ પોલીસ કંટ્રોલ રૂમમાં રવિવારે મોડી રાતે એક શખ્સે કોલ કરી જાણકારી આપી હતી કે બે પાકિસ્તાની સફેદ ટેન્કરમાં આરડીએક્સ લઇ ગોવા જઇ રહ્યા છે. પોલીસને આ કોલ મોડી રાતે સવા એક વાગ્યાના અરસામાં એક કોલ આવ્યો હતો. કોલમાં આ શખ્સે પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી. આ શખ્સે જાણકારી આપી હતી કે બે પાકિસ્તાની સફેદ ટેન્કરમાં આરડીએક્સનો મોટો જથ્થો લઇ ગોવા જઇ રહ્યા છે.
મુંબઇ પોલીસને આવેલા આ ફોન કોલથી પોલીસ સતર્ક બની હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગોવા પોલીસને પણ આ ફોન અંગે જાણકારી આપવામાં આવી હતી અને એલર્ટ રહેવા કહેવાયું હતું. બીજી તરફ પોલીસે આ ફોન કરનાર શખ્સ અંગે પણ તપાસ હાથ ધરી હતી અને આ કોલ ખોટો હોવાનું સામે આવતાં પોલીસે 45 વર્ષિય નીલેશ પાંડેને કાંજુર માર્ગ પરથી ઝડપી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પાંડે વિરૂધ્ધ અગાઉ પણ ત્રણ ફરિયાદ નોંધાયેલી છે અને પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ શખ્સે આવો ફોન કેમ કર્યો હતો. આ કોલ કરવા પાછળનો હેતું અંગત કારણ હતું કે પછી અન્ય કોઇ કારણ છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને આવા ફેક કોલ અવારનવાર આવતા હોય છે અને પોલીસ તપાસ કરી આ કોલ કરનારાઓની મોડસ ઓપરન્ડીની પણ નોંધે છે.
વોટ્સઅપ અને ટ્વિટર પર પણ મળી ધમકી
જૂન મહિનામાં મુંબઇ પોલીસને કોઇ અજાણ્યા શખ્સે મુંબઇ અને પૂણેમાં ઘણા વિસ્તારોમાં બોમ્બ મુકાયા હોવાની જાણકારી આપી હતી. આ મેસેજ વોટ્સઅપ દ્વારા કરાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીએ બોમ્બ બ્લાસ્ટ થતા રોકવા માટે 2 લાખ રૂપિયાની માંગ પણ રાખી હતી. અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીને આ મેસેજ મળ્યો હતો. પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે બોમ્બની જાણકારી આપ્યાના બદલામાં એ શખ્સે રૂપિયાની માંગ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us