/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-16-1.jpg)
બદમાશો દ્વારા દલિત યુવક અને તેની પત્નીને નિર્દર્યતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની એક ગંભીર ઘટના બની છે. (પ્રતિકાત્મક ફોટો)
Uttar pradesh crime news : ઉત્તર પ્રદેશના એટા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક ઘટના ઘટી છે. કેટલાક બદમાશોએ એક દલિત યુવકને અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો હતો. એટલું જ નહીં માર માર્યા બાદ યુવકનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યો. પતિને માર ખાતો જોઇ તેની ગર્ભવતી પત્ની તેને બચાવવા આવી તો બદમાશોએ તેને પણ બક્ષી નહીં અને તેના પર કુહાડી વડે હુમલો કર્યો. હાલ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
સમગ્ર ઘટનાની વાત કરીયે આ ઘટના ઉત્તર પ્રદેશના એટા વિસ્તારની છે. કેટલાંક બદમાશો એક દલિત યુવકના ખેતરમાં ઝાડ કાપી રહ્યા હતા. યુવકે ઝાડ કાપવાનો વિરોધ કરતા બદમાશો ગુસ્સે ભરાયા અને તેને માર મારવા લાગ્યા. એટલું જ નહીં બદમાશો ચાકુ વડે દલિત યુવકનો પ્રાઇવટ પાર્ટ એટલે કે ગુપ્તાંગને પણ અડધાથી વધારે કાપી નાંખ્યો. પીડિત સુરેન્દ્ર કુમારે કહ્યુ કે, તેની ચાર મહિનાની ગર્ભવતી પત્નીને પણ કુહાડી વડે અત્યંત ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. તે હજુ પણ આઘાતમાં છે. યુવક વધુમાં કહ્યું કે, બદમાશોએ તેનો પ્રાઈવેટ પાર્ટ અડધાથી વધુ કાપી નાંખ્યો છે.
In UP's Etah, a man sustained injury in his private part and his 4-months pregnant wife were allegedly assaulted by two men from Thakur community allegedly over felling of Babool tree in a land owned by the victim.
Video via @ShubhamKlivepic.twitter.com/0HN1LwHJQI— Piyush Rai (@Benarasiyaa) June 18, 2023
આ મામલે કોતવાલી દેહાતના એસએચઓ શંભુનાથ સિંહે જણાવ્યું કે,આ ઘટનાના બે દિવસ બાદ 16 જૂનના રોજ આરોપી વિક્રમ સિંહ ઠાકુર અને સતેન્દ્ર ઉર્ફે ભૂરે ઠાકુરની વિરુદ્ધ આઈપીસી અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ ફરાર છે, તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.
An FIR under IPC sections 452, 323, 504, 506 and relevant sections of SC/ST (prevention of atrocities act) was registered against Vikram Singh and Satendra at Kotwali dehat police station in Etah district of Uttar Pradesh pic.twitter.com/NYQO9srAV9
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2023
પીડિતે કહ્યુ કે, 14 જૂનના રોજ ઉચ્ચ જાતિના લોકો મારી જમીન પરનું ઝાડ કાપી રહ્યા હતા. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો ત્યારે તેઓએ મને જાતિસૂચક અપશબ્દો કહ્યા. ત્યારબાદ વિક્રમ અને ભુરેએ મને પકડી લીધો હતો અને બેરહેમીથી માર માર્યો હતો. વિક્રમે છરી કાઢી મારા પ્રાઈવેટ પાર્ટને કાપવાનો પ્રયાસ કર્યો હતો. મારા પ્રાઈવેટ પાર્ટ પર ઘણી ઇજા થયેલી છે. ડૉક્ટરોને ઇજા પર 12 ટાંકા લેવા પડ્યા છે.
દલિત દંપતિ ગામ છોડવા મજબૂર
મારી બૂમો સાંભળીને મારી 4 મહિનાની ગર્ભવતી પત્ની પણ દોડી આવી. ભૂરે એ તેના પર પણ કુહાડ વડે હુમલો કર્યો જેથી તેના ડાબા હાથે ઈજા થઇ હતી. જ્યારે અમે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો તો તેઓ અમારી પાછળ આવ્યા. તે પછી તેઓ મારા ઘરમાં ઘૂસી ગયા અને મારી પત્નીને નિર્દર્યતા પૂર્વેક માર માર્યો. તે સમયે મને લોહી વહી રહ્યું હતું અને હું દયાની વિનંતી કરી રહ્યો હતો.
थाना कोतवाली देहात क्षेत्रांतर्गत ग्राम हसनपुर में दो पक्षों में हुए झगड़े के संबंध में अपर पुलिस अधीक्षक एटा द्वारा दी गई बाइट @Uppolicepic.twitter.com/LGRrJtqGMQ
— Etah Police (@Etahpolice) June 16, 2023
એટલું જ નહીં પોલીસને બોલાવીશું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિતાની પત્ની પૂજા કહે છે કે પોલીસે અમારી ફરિયાદ નોંધી નથી. એ પછી અમે વકીલ પાસે ગાય હતા. અત્યારે અમે ગામમાં રહેતા નથી. આરોપીના સંબંધીઓ અમને ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us