Kerala Two Women Murdered Human Scrifice: કેરળના પથનમથિટ્ટા જિલ્લા એલંથૂરમાં બે મહિલાઓ ગુમ થયા બાદ તાંત્રિક વિધિ માટે દર્દનાક હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ મહિલાની લાશોને પથનમથિટ્ટા જિલ્લાના એલંથૂર ગામમાં દફનાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તાંત્રિક વિધિ માટે કરાઈ હત્યા
પોલીસે આ ઘટનામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જાદુ ટોણાની વિધિ અંતર્ગત આ મહિલાઓની હત્યા કરી હતી. આરોપીઓને વિશ્વાસ હતો કે આ માનવ બલિ આપવામાં આવશે તો તેમને અઢળક પૈસા મળશે.
જૂન અને સપ્ટેમ્બરમાં ગાયબ થઈ હતી મહિલાઓ
પથનમથિટ્ટા જિલ્લાની પોલીસ અનુસાર જે મહિલાઓની હત્યા કરવામાં આવી છે તે કેરળના એર્નાકુલમ જિલ્લાની રહેનારી હતી. આ મહિલાઓની ઓળખ રોજલિન અને પદ્માના રૂપમાં થઈ છે. આ બંને ક્રમશઃ જૂન અને સપ્ટેમ્બરમાં ગાયબ થઈ હતી. પોલીસે જ્યારે આ મહિલાઓની શોધ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ મહિલાઓની માનવ બલિ આપવામાં આવી છે.
આરોપી દંપતિ પૈસાની તંગીમાં હતા
કોચી શહેર પોલીસ આયુક્ત સીએચ નાગરાજૂએ મીડિયાને જણાવ્યું હતું કે “અમને શંકા છે કે અનુષ્ઠાન દરમિયાન માનવ બલિ આપવામાં આવી છે. આ મહિલાઓના માથા કાપી નાંખ્યા હતા. તેમના શરીરને પથનમથિટ્ટાના એલંથૂરમાં દફનાવવામાં આવ્યા હતા.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દંપતિ નાણાંકિય સંકટનો સામનો કરી રહ્યું હતું. તેમણે ભગવાનને ખુશ કરવા અને સંકટમાંથી બહાર આવવા માટે મહિલાઓની બલિ આપવાનો નિર્ણય કર્યો હતો.
દંપતિ અને એજન્ટની ધરપકડ
પોલીસે એલંથૂરના ભગવલ સિંહ અને લૈલા નામના પતિ પત્નીની ધરપકડ કરી છે. ભગવલ સિંહ એક વૈદ્યના રૂપમાં જાણિતો છે. જે પોતાના ઘરે જ દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે આ કેસમાં પેરુંબવૂરના શફી ઉર્ફે રશીદ નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શક છે કે મહિલાઓને એ વ્યક્તિ જ દંપતિ પાસે લઈ ગયો હતો.
મૃતક મહિલાના ફોનમાંથી મળ્યો એજન્ટનો નંબર અને ખુલી પોલ
પોલીસના જણાવ્યા પ્રમાણે પદ્મા કોચીમાં લોટરી વેન્ડર હતી. તેનું ગત મહિને અપહરણ થયું હતું. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં નોંધાયેલી ફરિયાદના પગલે પોલીસે તપાસ શરુ કરી હતી. ત્યારે તેમને ખબર પડી કે એક એજન્ટ શફી પદ્માને પથનમથિટ્ટા લઈ ગયો હતો. પોલીસને પદ્માના ફોનથી જાણ થઈ અને પકડી લીધો હતો. પોલીસ કમિશ્નર નાગારાજૂએ કહ્યું કે ‘આ એક સામાન્ય રીતે ગુમ થવા અને હત્યા થવાનો મામલો નથી. આ મામલાની કહાની અને પરતોમાં છે તપાસ દરમિયાન અનેક ખુલાસા થઈ શકે છે.’