Vivek Bindra: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Vivek Bindra Accused OF Domestic Violence Case by Wife Yanika: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સામે મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનિય છે કે, વિવેક બિન્દ્રાએ 41 વર્ષની ઉંમરે એક મહિના પહેલા જ લગ્ન કર્યા હતા.

Written by Ajay Saroya
December 23, 2023 11:44 IST
Vivek Bindra: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Vivek Bindra : મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સામે પત્નીએ મારપીટનો કેસ નોંધાવ્યો છે. (Photo- Vivek Bindra Insta)

Vivek Bindra Accused OF Domestic Violence Case by Wife Yanika: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ નોઈડાના સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં તેની પત્ની પર હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે પીડિત મહિલાના ભાઈની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. તેણે જણાવ્યું કે માર માર્યા બાદ મહિલાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બિન્દ્રાની પત્ની યાનિકાના ભાઈ વૈભવ ક્વાત્રાએ ફરિયાદ નોંધાવી હતી, જેમણે દાવો કર્યો હતો કે આ ઘટના નોઈડાના સેક્ટર 94માં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં બની હતી, જ્યાં વિવેક બ્રિન્દ્રા તેમની પત્ની સાથે રહે છે.

7 ડિસેમ્બરની સવારે બિન્દ્રા અને તેની માતા પ્રભા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે યાનિકા દરમિયાનગીરી કરવા આગળ આવી ત્યારે બિન્દ્રાએ તેના પર હુમલો કર્યો. આ હુમલામાં યાનિકાને ઈજા થઈ હોવાના અહેવાલ છે.

વિવેક બિન્દ્રાનો તેની પત્ની સાથેની લડાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આરોપ છે કે યાનિકાને એટલી હદે મારવામાં આવી હતી કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે.

એફઆઈઆર મુજબ, બિન્દ્રા કથિત રીતે યાનિકાને એક રૂમની અંદર લઈ ગયા, તેના વાળ ખેંચ્યા અને તેના પર હુમલો કર્યો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાને કારણે યાનિકાને બરાબર સાંભળી શકાતી નથી. બિન્દ્રાએ કથિત રીતે તેનો ફોન પણ તોડી નાખ્યો હતો. બિન્દ્રા બડા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (BBPL) ના CEO છે અને તેને YouTube અને Instagram પર લાખો લોકો ફોલો કરે છે.

તાજેતરમાં, યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ તેની યુટ્યુબ ચેનલ પર “મોટા કૌભાંડનો પર્દાફાશ” શીર્ષકનો વિડિયો રજૂ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બિન્દ્રાની કંપની દ્વારા છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે, બિન્દ્રાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચો | પ્રાગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 15 લોકોના મોત, 20 લોકો ઘાયલ, ઈમારત ખાલી કરાવવામાં આવી

વિવેક બિન્દ્રાના લગ્ન 1 મહિના પહેલા થયા હતા

તમને જણાવી દઈએ કે, વિવેક બિન્દ્રાએ 41 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પર તેમના લગ્નના એક મહિના પછી જ તેમની પત્ની પર હુમલો કરવાનો આરોપ છે. આ અંગેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ