મુંબઇના શિવાજી નગરમાં ફટાકડા ફોડવાને લઇ વિવાદ થયો હતો. જેમાં 3 કિશોરે 21 વર્ષના યુવકને શિવાજી પોલીસ સ્ટેશન પાસે લાત અને ચાકૂથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા છે.
સમગ્ર પ્રકરણને લઇ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના શિવાજી નગરના નટરવર પારેખ વિસ્તારમાં લગભગ બપોરે 2 વાગ્યા આસપાસ ઘટી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મૃતક સુનીલ શંકર નાયડુએ તેના ઘરની નજીક એક 12 વર્ષના બાળકે બોટલમાં ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ 12 વર્ષનો કિશોર તેના 15 વર્ષના ભાઇ તેમજ 14 વર્ષના મિત્રને લઇને આવ્યો હતો. જે બાદ તેણે સુનિલ સાથે મારપીટ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઉતારી દીધો.
સમગ્ર મામલા અંગે જાણ થતાં જ ઇજાગ્રસ્ત સુનિલને સ્થાનિક લોકોએ પોલિસની મદદ દ્વારા રાજાવાડી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સુનિલને મૃત જાહેર કરાયો હતો. જે બાદ સ્થાનિક લોકોએ આરોપી કિશોરો વિરુધ્ધ FIR દાખલ કરી હતી.