/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Rashmika-Mandanna-Deepfake-Video-photo.jpg)
રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો. (Photo - Social Media)
Rashmika Mandanna Deepfake Video: બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ડીપફેકનો વીડિયો વાયરલ થયો છે, ત્યારથી સમગ્ર દેશ તે નવી ટેક્નોલોજી જોઈને દંગ રહી ગયો છે. જે ચાલાકીથી ચહેરાઓ બદલ્યા, જે અંદાજથી ખોટો પ્રચાર કરવામાં આવ્યો તેણે બધાને ચિંતામાં મૂકી દીધા છે. હવે પોલીસે આંધ્રપ્રદેશમાંથી આરોપીની ધરપકડ કરી છે. તે આરોપીએ પોલીસ કબૂલાતમાં ઘણા મોટા ખુલાસા પણ કર્યા છે.
હકીકતમાં દિલ્હી પોલીસે 24 વર્ષીય ઇમની નવીન નામના વ્યક્તિની આંધ્રપ્રદેશના ગુંટૂરથી ઘરપકડ કરી છે. પોલીસે સૌથી પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટરની શોધખોળ અને તપાસ કરી, ઘણા રાજ્યોમાં પોતાની ટીમને મોકલી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશની સફળતા મળી અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી.
પોલીસને તેની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ ફેક ફેન પેજ બનાવ્યા હતા. તેણે રશ્મિકાનો તે એક પેજ બનાવ્યો હતો, તેની સાથે સાથે અન્ય સાઉથ સ્ટારના પણ ફેક ફેન પેજ બનાવ્યા હતા.
પહેલા તે પેજ પર લગભગ 90 હજાર ફોલોઅર્સ હતા, પરંતુ બાદમાં આ આંકડો વધીને 1 લાખથી વધુ થઈ ગયો. તેનો અર્થ એ કે એકલા ડીપફેક વિડીયોએ આરોપીને આટલી ચર્ચામાં લાવી લીધો હતો. પરંતુ બાદમાં ડરના કારણે આરોપીએ તે વીડિયો ડિલીટ કરી દીધો હતો. પરંતુ હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી છે ત્યારે ઘણા મોટા રહસ્યો ઉજાગર થયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/rashmika-mandanna-deepfake-video-creator-Eemani-Naveen-arrested.jpg)
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે કોઈપણ ભોગે ઝડપથી પૈસા કમાવવા માંગતો હતો. આ કારણોસર તેણે પહેલા યુટ્યુબ દ્વારા એડિટિંગનો કોર્સ કર્યો, ત્યાંથી ડીપફેકની ટેકનિક શીખી અને પછી રશ્મિકાના આ ફેક વીડિયો બનાવ્યા. આશ્ચર્યની વાત એ છે કે આરોપી ખૂબ જ ભણેલો છે, તેણે એન્જિનિયરિંગ પણ કર્યું છે, પરંતુ તેણે પોતાના જ્ઞાનનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો.
રશ્મિકા મંદન્નાએ પણ નકલી મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. આ અંગે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, 'મને આ વિશે વાત કરતાં દુઃખ થાય છે. સાચું કહું તો, AI માત્ર મારા માટે જ નહીં પરંતુ આપણામાંના દરેક માટે ખૂબ જ ડરામણી છે જેઓ આ ટેક્નોલોજીના દુરુપયોગને કારણે જોખમમાં મુકાયા છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડીપફેક વીડિયોમાં જે છોકરી રશ્મિકા મંદન્ના જેવી દેખાતી હતી તે ઝરા પટેલ હતી. તે બ્રિટિશ ભારતીય ઇનફ્લુઅન્સર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us