શ્રદ્ધા હત્યા કેસમાં નવો ખુલાસોઃ આફતાબ-શ્રદ્ધાએ ભાડાનું ઘર લેવા માટે મકાન માલિકને પરિણીત હોવાનું જણાવ્યું હતું

Shraddha Walkar Murder: જયશ્રી અનુસાર બંને છાસવાર લડતા હતા જ્યારે તેમના ઘરમાં રહેતા હતા ત્યારે તેમના સંબંધોમાં ખટાસ આવી ચુકી હતી.

Shraddha Walkar Murder: જયશ્રી અનુસાર બંને છાસવાર લડતા હતા જ્યારે તેમના ઘરમાં રહેતા હતા ત્યારે તેમના સંબંધોમાં ખટાસ આવી ચુકી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

શ્રદ્ધા અને આફતાબ ફાઇલ તસવીર

Shraddha Walkar Murder: દિલ્હીના શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં નવો ખુલાસો આવ્યો હતો. મુંબઈમાં ઘર લેવા માટે આફતાબ પૂનાવાલા અને તેમની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરે પોતાને પતિ પત્ની ગણાવ્યા હતા. ફ્લેટ માલિક અને હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અનુસાર ગત વર્ષે મુંબઈ પાસે એક ભાડાના મકાનમાં રહેવા દરમિયાન બંનેએ પોતાને પરિણીત કપલ ગણાવ્યા હતા.

Advertisment

વસઈના એવરશાઈન સિટીમાં રીગલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટના માલિક જયશ્રી પાટકરે પણ દાવો કર્યો હતો કે આફતાબ અને શ્રદ્ધાએ તેમના રિયલ એસ્ટેટ એજન્ટને કહ્યું હતું કે તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે ત્યાં રહેવા જઈ રહ્યા છે. જયશ્રી અનુસાર બંને છાસવાર લડતા હતા જ્યારે તેમના ઘરમાં રહેતા હતા ત્યારે તેમના સંબંધોમાં ખટાસ આવી ચુકી હતી.

સોસાયટીના સેક્રેટરી દિલીપ સાવંતે કહ્યું હતું કે ભાડાના મકાનમાં ફ્લેટ લેતા સમયે જમા કરાવેલા એગ્રીમેન્ટની કોપી પ્રમાણે આફતાબ અને શ્રદ્ધાના લગ્ન થઈ ચૂક્યા હતા. બંનેએ ઓક્ટબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી 11 મહિના માટે ભાડા પર ફ્લેટ લીધો હતો. ઇન્ડિયન એક્સપ્રેસને પોલીસના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની સમીક્ષા કરી જે એ સમયે સોસાયટીમાં પણ આપવામાં આવી હતી. જેમાં કપલની તસવીરો સાથે જ એક ભાડુઆતના કોલમમાં આફતાબ પુનાવાલાના પિતા અને એક મહિલાની તસવીર હતી. પોલીસ સૂરોએ કહ્યું કે તપાસકર્તાઓનું માનવું છે કે આ તસવીર શ્રદ્ધાની માતાની હતી.

ફ્લેટના માલિક જયશ્રી પાટકરે કહ્યું, “મને લાગે છે કે તેણે અમને ગેરમાર્ગે દોરવા માટે આ કર્યું કે તેનો પરિવાર અહીં આવવાનો છે. અપરિણીત યુગલોને સામાન્ય રીતે ભાડા પર ફ્લેટ મળતા નથી. જયશ્રીએ કહ્યું, “શરૂઆતમાં જ્યારે તેઓએ એક બેડ રૂમના એપાર્ટમેન્ટ ભાડે આપવા માટે મારા એજન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ દાવો કર્યો કે તેઓ પરિણીત છે. છેલ્લા દસ વર્ષથી આ ઘર સંભાળતા એજન્ટે મને કહ્યું કે પરિવાર ટૂંક સમયમાં આ ઘરમાં રહેવા આવી રહ્યો છે.

Advertisment

જયશ્રીએ કહ્યું, “જ્યારે હું અહીં આવી ત્યારે મને કહેવામાં આવ્યું કે બંને નિયમિત રીતે લડતા હતા. શું થઈ રહ્યું છે તે જોવા માટે લોકોએ ઘરની અંદર ડોકિયું કર્યું. સોસાયટીમાં રહેતા લોકોએ મને કહ્યું કે તે ઘણી વખત ઘરની બહાર લડતો હતો.

ક્રાઇમ ન્યૂઝ દેશ