/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/aftab-poonawala.jpg)
શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ પુનાવાલા
Shraddha Murder Case: શ્રદ્ધા વાલકર મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પુનાવાલાની પોલીસ કસ્ટડી પુરી થઈ હતી. દિલ્હીની એક કોર્ટમાં શનિવારે તેને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આફાતબને આમ્બેડકર હોસ્પિટલથી જ વીડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો. આફતાબને આજે દિલ્હી તિહાડ જેલમાં મોકલવામાં આવશે. આફતાબને 28 નવેમ્બરે નાર્કોટેસ્ટ થઈ શકે છે.
28 નવેમ્બરે થઈ શકે છે આફતાબનો નાર્કોટેસ્ટ
સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે શ્રદ્ધા વાલકરની હત્યાનો આરોપી આફતાબ અમીન પુનાવાલાનો નાર્કો ટેસ્ટ 28 નવેમ્બરે થઈ શકે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પીડિતાની લાશનો ડીએનએ ટેસ્ટ રિપોર્ટ પોલીસ મળી નથી. પોલીસ અધિકારીએ સાગર પ્રી હુડ્ડાએ જણાવ્યું હતું કે ડીએનએ પરીક્ષણ રિપોર્ટ હજી સુધી પોલીસને મળી નથી.
આ પહેલા શુક્રવારે દિલ્હી પોીલેસ પુષ્ટી કરીહતી કે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકાયો નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ એસપી સાગર પ્રી હુડ્ડાએ જણાવ્યું હતું કે આરોપી આફતાબ અમીનનો પોલીગ્રાફ ટેસ્ટ આજે ન થઈ શક્યો.
શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસ શ્રદ્ધા વાલકર હત્યાની તપાસ કરી રહી છે. જેમાં લિવ ઇન પાર્ટનર આફતાબે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ કથિ રીતે તેના શરીરના 35 ટુકડા કરીને રાજધાનીના છતરપુર વિસ્તારમાં ફેંકી દીધી હતી. દિલ્હી પોલીસે 16 નવેમ્બરે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરના ડીએનએ સેમ્પલ લીધા છે. જેથી ફેંકેલા બોડી પાર્ટ્સ અને બ્લડ સેમ્પલની તુલના કરી શકાય.
18 મે, 2022ના થઈ હતી શ્રદ્ધાની હત્યા
દિલ્હી પોલીસે એ પણ પુષ્ટિ કરી છે કે તપાસ દરમિયાન દિલ્હીના છતરપુરમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાના ફ્લેટના રસોડામાં લોહીના ડાઘ મળ્યા હતા. લોહી કોનું હતું તે જાણવા માટે લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આફતાબે 18 મે, 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us