Shraddha Mehrauli Murder Case: છેલ્લા કેટલાક શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબ પુનાવાલાની ધરપકડ પછી સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નવા સત્યો બહાર આવી રહ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે. શ્રદ્ધાના દોસ્તોની ઇસ્ટાગ્રામ ચેટથી જાણવા મળ્યું છે કે તેના લિવ ઇન પાર્ટનર આફતાબ પુનાવાલા તેને ખરાબ રીતે મારતો હતો. આફતાબે શ્રદ્ધાને એ હદે મારતો હતો કે તે ઊભી પણ થઈ શકતી ન્હોતી. મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે આ ચેટ ત્યારની છે જ્યારે બંને મુંબઈના વસઇમાં રહેતા હતા. જ્યારે કોર્ટના આ 5 દિવસોની અંદર આરોપીઓએ નાર્કો ટેસ્ટની માંગણી કરી હતી.
2020માં શ્રદ્ધાને મારવાની કોશિશ કરી હતીઃ શ્રદ્ધાના દોસ્ત
શ્રદ્ધાએ પોતાના રાહુલ રોય નામના એક દોસ્તને જણાવ્યું હતું કે તેને શક છે કે આફતાબના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે અને એટલા માટે બે વર્ષ પહેલા જ શ્રદ્ધાની હત્યા કરવાની કોશિશ કરી હતી. ત્યારે રાહુલે શ્રદ્ધાની પોલીસમાં આફતાબ સામે ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. પોલીસે આફતાબને કસ્ટડીમાં લેવાની વાત કહી હતી. શ્રદ્ધાને પાછળ હટતા કહ્યું હતં કે રિલેશનશિપમાં આવ્યું થતું રહે છે.
વોટ્સએપ ચેટમાં મેનેજરને જણાવી હતી આફતાબની હેવાનિયત
શ્રદ્ધાએ પોતાના મેનેજરને વોટ્સએપ ચેટમાં લખ્યું હતું કે “હું આજે કામ નહીં કરી શકું કારણે કાલે મારી પિટાઈના કારણે મારું બીપી લો થઈ ગયું છે. મારા શરીરમાં ખુબ જ દુખાવો થાય છે. હું મારી પથારીમાંથી ઉભી પણ નથી થઈ શક્તી.” શ્રદ્ધાએ પોતાના મેનેજરને પોતાની એક સેલ્ફી પણ શેર કરી હતી જેમાં તેને ખરાબ રીતે ઇજાઓ થતી દેખાય છે. આ ચેટનો સ્ક્રીનશોટ અને એ ફોટો જે શ્રદ્ધાએ મેનેજરને મોકલી હતી હવે દિલ્હી પોલીસ પાસે છે. આ સબૂતોથી એ વાતની પુષ્ટી થાય છે કે આફતાબ દ્વારા માર માર્યા બાદ શ્રદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસ આફતાબ ઉપર થર્ડ ડિગ્રીનો ઉપયોગ ન કરેઃ કોર્ટ
મહરોલીના શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે દિલ્હી પોલીસને આરોપી અને શ્રદ્ધાના લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પુનાવાલા ઉપર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવાની ના પાડી છે. આફતાબ ઉપર પોતાની લિવ-ઇન પાર્ટનરની હત્યા કરીને તેના ટૂકડા કરી દિલ્હીના જંગલોમાં ફેંકવાનો આરોપ છે. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે. આફતાબ પોલીસને ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
જાણો શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં અત્યાર સુધી શું થયું?
- 18 મે, 2022 ના રોજ આફતાબ પુનાવાલા નામના વ્યક્તિએ કથિત રીતે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરનું ગળું દબાવી હત્યા કરી હતી.
- આ પછી આરોપી આફતાબે શ્રદ્ધાની લાશના અનેક ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા અને ત્રણ અઠવાડિયા સુધી મૃતદેહને બહાર ફેંકતો રહ્યો.
- દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી આફતાબે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે હત્યાના દોઢ અઠવાડિયા પહેલા પણ તેણે શ્રદ્ધાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
- પોલીસે જણાવ્યું કે, આરોપીએ પૂછપરછ દરમિયાન કહ્યું, “શ્રદ્ધા અને મારો તે દિવસે પણ ઝઘડો થયો હતો, મેં તેને મારી નાખવાનું મન બનાવી લીધું હતું, પરંતુ અચાનક તે ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. આ જોઈને હું એક ડગલું પાછળ હટી ગયો.
- 15 સપ્ટેમ્બરે શ્રદ્ધાના પિતા વિકાસ મદન વાલકરને ખબર પડી કે શ્રદ્ધા ગુમ છે. તેણે બીજા દિવસે જ મુંબઈમાં શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
- 9 નવેમ્બર 2022ના રોજ મુંબઈ પોલીસ દિલ્હી પોલીસ પહોંચી. દિલ્હી પોલીસે લગભગ ચાર દિવસમાં સમગ્ર કેસનો ખુલાસો કર્યો.
- 12 નવેમ્બરે દિલ્હી પોલીસે આફતાબ અમીન પુનવાલાની તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.
- 16 નવેમ્બરે દિલ્હી પોલીસે આફતાબ પુનાવાલાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. પોલીસનું કહેવું છે કે તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી.
- 18 નવેમ્બરના રોજ દિલ્હીની કોર્ટે દિલ્હી પોલીસને આરોપી આફતાબ વિરુદ્ધ થર્ડ ડિગ્રી અપરાધી પુરાવાનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો હતો.
- 18 નવેમ્બરે શ્રદ્ધાની તેના મેનેજર સાથેની ચેટ વોટ્સએપ પર જોવા મળી હતી, જેમાં આફતાબની દુર્દશા સામે આવી છે.
- 18 નવેમ્બરે શ્રદ્ધાના મિત્ર રાહુલ રોયે જણાવ્યું કે બે વર્ષ પહેલા પણ આરોપી આફતાબે શ્રદ્ધાને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શ્રદ્ધાએ એફઆઈઆર પછી કાયદેસરની કાર્યવાહી ન કરતા કહ્યું કે આ બધું સંબંધોમાં ચાલે છે.
- દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મહેરૌલીના છતરપુરમાં આરોપી આફતાબના ફ્લેટનું ક્રાઈમ ટીમ અને એફએસએલ નિષ્ણાતોએ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ જંગલના કેટલાક ભાગોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી કાપેલા હાડકાં મળી આવ્યા હતા.
પોલીસે આફતાબ પુનાવાલાની ઓફિસ પાસેથી પુરાવા એકઠાં કર્યા
શ્રદ્ધા વાલકર હત્યાકેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની એક ટીમ આફતાબની ગુરુગ્રામ ઓફિસ પહોંચી હતી. દિલ્હી પોલીસે ઓફિસની આજુબાજુથી પ્લાસ્ટિકનો અનેક વસ્તુઓનો ઢગલો ભેગો કર્યો હતો. જોકે, આ અંગે પોલીસે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી. પોલીસે જણાવ્યું કે પુનાવાલાએ કથિત રીતે 18 મેના દિવસે 27 વર્ષીય શ્રદ્ધા વાલકરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને તેના શરીના 35 ટૂકડા કરીને દિલ્હીના મહરોલીના જંગલોમાં ફેંકી દીધા હતા.