દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં બિહારના દરભંગા જિલ્લાના 30 વર્ષના યુવકની ધરપકડ થઇ હતી. આરોપીને સોમવારે મુંબઈની એક અદાલતમાં હાજર કર્યો હતો, જ્યાંથી તેને 2 સપ્તાહની કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે.
વધતી મોંઘવારી માટે અંબાણીને જવાબદાર માને છે આ યુવક
મુંબઈની અદાલતમાં આરોપી રાકેશ મિશ્રાના વકીલનો દાવઓ છે કે, એ યુવક માનસિક રીતે બીમાર છે. ઇશરિલ એન્ડ એસોસિએટ્સ ના એડવોકેટ શગુફ્તા ઈશરાયલ શૈખ એ કહયું, ” આરોપી યુવકે વધતી મોંઘવારીથી કંટાળી ગયો હોવાથી અંબાણીના હોસ્પિટલમાં ફોને કર્યો હતો. આરોપીનું કેહવું છે કે વધતી મોંઘવારીનું કારણ અંબાણી છે.
હોસ્પિટલ અને એન્ટિલિયા ઉડાવવાની આપી હતી ધમકી
પોલીસના કહ્યા અનુસાર, આરોપીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લૈનલાઇન નંબર પર ફોન કરી હોસ્પિટલ અને અંબાણી પરિવારને બોમ્બથી ઉડવાની ધમકી આપી હતી. આ ધમકીમાં યુવકે અંબાણીનું ઘર એન્ટિલિયાને ઉદાવવાની ધમકી આપી હતી, જે વિષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રવક્તાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી
સીઝોફ્રેનિયાથી પીડિત છે આરોપી
મુંબઈ પોલીસએ તકનીકી તપાસ પુરી કર્યા પછી બિહાર પોલીસની મદદથી 6 ઓક્ટોબરે બિહારના દરભંગા જિલ્લા માંથી આરોપીની ધરપકડ કરી હતી. મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી અને એન્ટિલિયાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મિશ્રા એ કહ્યું કે પુલવામાં અને મુંબઈ હુમલો મારા અંગત લોકોએજ કર્યા હતા.. જોકે, આરોપીના વકીલનું કહેવું છે કે, તે સીઝોફ્રેનિયા નામની બીમારીથી પીડિત છે.
કોર્ટે પોલીસને કસ્ટડી સોંપી
રિલાયન્સ હોસ્પિટલમાં ફોન કરી ધમકી આપનાર રાકેશ મિશ્રાને બિહારથી ધરપકડ કરીને મુંબઈ પોલીસે આરોપીને અદાલતમાં હાજર કર્યો હતો અને પછી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. સોમવારે મિશ્રાને અદાલતમાં હાજર કરતા DB માર્ગ પોલીસે એક વાર ફરી આરોપીની કસ્ટડીની માંગ કરી પરંતુ કોર્ટે તેની કસ્ટડી ન્યાયાયિક વ્યવસ્થામાં સોંપેલ છે.