suicide in Junagadh : જૂનાગઢના સાંતલપુર ગામમાં ખેડૂત પરિવારના ચાર સભ્યોએ કથિત રીતે જંતુનાશક પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી દંપતી અને પુત્રનું મોત થયું છે. જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિવાર દ્વારા આ પગલું કેમ ભરવામાં આવ્યું તે તપાસનો વિષય છે.
પોલીસે જણાવ્યું હતું કે જૂનાગઢના વંથલી તાલુકાના સાંતલપુર ગામના ખેડૂત વિકાસ દુધાત્રા (45)એ શુક્રવારે સાંજે તેના મિત્ર પ્રદિપ સાવલિયાને ફોન કરીને તેણે ઝેર પી લીધું હોવાની જાણ કરી હતી. પ્રદિપ સાવલિયા જે પણ સાંતલપુરનો રહેવાસી છે. તેણે દુધાત્રાની વાડીએ પહોંચી એમ્બ્યુલન્સ બોલાવી અને વિકાસ દુધાત્રા, તેની પત્ની હિના (45), પુત્ર મનન (13) અને પુત્રી હેપ્પી (15)ને જૂનાગઢ શહેરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે દંપતી અને તેમના પુત્ર મનનને બાદમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે હેપ્પી ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતા.
આ પણ વાંચો – બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો છોટા હાથી, 10ના મોત
જૂનાગઢના કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરે મીડિયાને જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આ એક સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ છે. પોલીસ આત્મહત્યાના કારણની તપાસ કરી રહી છે.





