ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ડૉક્ટરની બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેના લીધે એક ડેન્ગ્યૂના દર્દીનું મોત થઈ ગયું હતું. બુધવારે (19 ઓક્ટોબર) એ એક ખાનગી હોસ્પિટલમાં એક 32 વર્ષીય ડેન્ગ્યૂના દર્દીનું મોત થયું હતું. મૃતકના પરિવાજનોએ જણાવ્યું કે તેમના દર્દીનું મોત પ્લાઝમા કે પ્લેટલેટના બદલે મોસંબીનો રસ ચડાવવાથી થયું હતું. પ્રયાગરાજના સીએમોએ નાનક સરન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તપાસ માટે સદસ્યીય પેનલનું ગઠન કર્યું છે.
સીએમો નાનક સરે આગળ કીધું કે, ” તપાસ ચાલુ છે. પરિવારે કેટલાક આરોપ લગવ્યા છે. તેમણે કહ્યું કે દર્દીને 3 યુનિટ પ્લેટલેટ આપ્યા ત્યાં સુધી કોઈ વાંધો હતો નહીં. પછી એમને હોસ્પિટલમાં કોઈની પાસેથી કેટલાક પ્લેટલેટ મંગાવ્યા જેના પછી દર્દીની હાલત બગડી ગઈ. બીજા દિવસે દર્દીનું મૃત્યુ થયું એ હોસ્પિટલને સીલ કરાઈ હતી. તપાસ પૂરી થાય ત્યાં સુધી સીલ રહેશે.
પ્લેટલેટના એક યુનિટની થશે તપાસ
CMOએ આગળ કહ્યું, “પરિવાર પાસે હજી પણ ચડાવેલી પ્લેટલેટ્સનો યુનિટ છે. પરિવાર પાસે રહેલા પ્લેટલેટ્સના છેલ્લા યુનિટની તપાસ કરવામાં આવશે.નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે ગુરુવારે સાંજે હોસ્પિટલને સીલ કરી હતી.” પ્રયાગરાજના એસએસપી શૈલેષ પાંડેએ કહ્યું કે, કે “અમે લોહી અને પ્લેટલેટ્સના ગેરકાયદે સપ્લાયમાં સામેલ એક ગેંગને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એની પહેલા અમે લોહી અને પ્લેટલેટ્સનો ગેરકાયદે સપ્લાયના આરોપમાં 12 લોકોને જેલમાં મોકલ્યા હતા.”
મૃતકના સંબંધીએ કરી વાત
પ્રદીપ પાંડેના સાળા સૌરભ ત્રિપાઠીએ કહ્યું, ’14 ઓક્ટોબરે તેમની તબિયત ખરાબ થઇ ગઈ અને તેમને પ્રયાગરાજના પીપલગાંવ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. પરીક્ષણ પછી અમને જાણવા મળ્યું કે તેમને ડેન્ગ્યૂ હતો. 16 ઓક્ટોબરે અમને જણાવ્યું કે તેમને 8 યુનિટ પ્લેટ્લેટ્સની જરૂર છે. અમે પરિવારમાંથી ત્રણ યુનિટની વ્યવસ્થા કરી શક્યા હતા.”
હોસ્પિટલને 25 હજારમાં અપાયા 5 યુનિટ પ્લેટલેટ્સ
સૌરભએ આગળ જણાવ્યું, ‘કોઈએ અમને કીધું કે હોસ્પિટલના મલિકનો છોકરો અમારા માટે પ્લેટલેટ્સની વ્યવસ્થા કરી શકે છે. અમે તેમનો સંપર્ક કર્યો અને તેમને 5 યુનિટ માટે 25,000 રૂપિયાની ચૂકવણી કરી. મારા જીજાજીને જયારે 4 યુનિટ પ્લેટલેટ્સ અપાય તો તેમની હાલત બગડી ગઈ. પછી અમે તેમને બીજા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાંના ડોક્ટરએ કહ્યું કે શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું અને બુધવારે તેમનું મોત થયું હતું.”
સૌરભએ આગળ કહ્યું કે, ” આ મોસંબીનો રસ હતો જે મારા જીજાજીને પ્લેટલેટ્સની બદલે આપવામાં આવ્યો છે. મારી પાસે પાંચમું પેકેટ છે જેમાં રસ છે. હું તે સંબંધિત અધિકારીઓને આપીશ.”