બિહારમાં છ બાળકોની માતા પર પ્રેમનું એવું ભૂત સવાર થયું હતું કે તેણે પોતાના જ પતિની હત્યા કરી દીધી હતી. આ કિસ્સો ગોપાલગંજ જિલ્લાના લાઢપુર ગામનો છે 22 મેની રાત્રે માછલીના વ્યવસાય સાથે સંકળાયેલા મોહમ્મદ મિયાંની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હવે આ હત્યાકાંડમાં ખુલાસો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે માછલીની વેપારી પત્ની નૂરજહાં ખાતૂને પોતાના પ્રેમી નૌશાદ આલમ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. બંનેએ સુપારી કિલરને હત્યાની સોપારી આપીને હત્યા કરાવી હતી. પોલીસે હત્યાાઓ પાસે 75 હજાર રૂપિયા, એક પિસ્તોલ, 3 જીવતા કારતૂસ, 5 મોબાઇલ અને બાઇક જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે વેપારીની પત્નીનું નૌશાદ આલમની સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇને વેપારી અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વેપારી પોતાની પત્નીને મરાતો હતો. જેનાથી કંટાળીને પત્નીએ પોતાના પતિને મારવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે સોપારી કિલર મંસૂર આલમ અને પરવેજ આલમને પતિની હત્યા માટે 50 હજાર રૂપિયાની સોપારી આપી હતી. સોપારીમાં પૈસાથી એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ ખરીદ્યા હતા.
ફોન પર પતિની સાંભળી રહી હતી પત્ની
જે રાત્રે સોપારી કિલર્સ મહિલાના પતિને મારી રહ્યા હતા તે સમયે તેની પત્ની મોબાઇલ ઉપર વાત કરી રહી હતી. તે બારીથી જોઈ રહી હતી. તેની સામે જ હત્યારાઓએ તેના પતિને મારી નાંખ્યો હતો. ગોળી વાગ્યા બાદ પતિ બુમો પાડી રહ્યો હતો. તેનો અવાજ પત્નીને ફોનમાં સંભળાતો હતો.
આ હુમલામાં પોલીસનું કહેવું છેકે વેપારી પોતાના મકાનની બહાર ખાટલા પર ઉંઘતો હતો તેની પત્ની તેને બારીમાંથી જોઈ રહી હતી. અને હત્યારાઓ સાથે ફોન પર વાત કરી રહી હતી.
પતિ જતો રહ્યો હતો દુબઇ
ઉલ્લેખનીય છે કે મૃતક વેપારી ઘણા સમય સુધીથી દુબઇમાં રહેતો હતો. બીજી તરફ તેના છ બાળકો સાથે પત્ની બિહારમાં જ રહેતી હતી. એકલી રહેલી પત્નીને પરપુરુષ સાથે સંબંધ બંધાયો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નૂરજહાં અને નૌસાદ છેલ્લા 21 વર્ષથી સંબંધમાં હતા.
આરોપી નુરજહાંએ જણાવ્યું હતું કે તેનો પતિ તેને પત્નીની જેમ ટ્રીટ કરતો ન્હોતો. તે તેની સાથે મારપીટ કરતો હતો. તેણે તેના પતિને કહ્યું કે બાળકો સાથે તે પ્રેમી નૌશાદ સાથે રહેશે. જે અંગે બંને વચ્ચે વિવાદ થયો અને ત્યારબાદ તેણે આ પગલું ઉઠાવ્યું હતું. જોકે, પોલીસે હત્યામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.