Shukra Gochar in Gemini : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહનું ગોચર ખુબ જ મહત્વ માનવામાં આવે છે. કારણ કે શુક્ર ગ્રહ ઘન, ભોગ-વિસાલ, વૈભવ અને ઐશ્વર્યના દાતા છે. 2 મેના રોજ દૈત્ય ગુરુ શુક્ર ગોચર કરવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જે સમય આકસ્મિત ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું ગોચર શુભ સાબિત થશે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમયે મિથુન રાશિના જતકોના વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. સાથે જ આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. આ સમયમાં ઇચ્છાઓની પૂર્તિ થશે. સાથે જ મોટા મોટા લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. શુક્ર ગ્રહની દ્રષ્ટી તમારી ગોચર કુંડળીના સપ્તમ સ્થાન પર પડી રહી છે. એટલા માટે આ સમય તમારા પાર્ટનરશિપના કામમાં લાભ થઇ શકે છે. સમાજમાં તમારા મા સન્માનમાં પણ વૃદ્ધિ થશે. અવિવાહિત લોકોના સંબંધોનો પ્રસ્તાવ આવી શકે છે. શુક્ર ગ્રહ 12માં અને પાંચમા ભાવનો સ્વામી છે. એટલા માટે આ સમયે સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જ આ સમયમાં ધન ભેગું કરવામાં પણ સફળ રહેશો.
કુંભ રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના પાંચમા ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમારી લવ લાઈફ સારી રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. શુક્ર ગ્રહ ચોથા અને નવમાં ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમે કોઈ વાહન અથવા પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયે તમારો ભાગ્યોદય પણ થઈ શકે છે. સાથે જ સંતાનની તરક્કી થઈ શકે છે. યાત્રાના પણ યોગ બની શકે છે. માતાનો પ્રભાવ સહયોગ તમને પ્રાપ્ત થશે.
તુલા રાશિ
તમારા લોકો માટે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન ફાયદામંદ સાબિત થઇ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી કુંડળીના નવમા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. અને અષ્ટમ ભાવના સ્વામી છે. એટલા માટે આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. આ સમયે કામ-કારોબારના સિલસિલામાં યાત્રા કરી શકશો. વ્યાપારીઓ માટે આ અવધિ ખુબ જ અનુકૂળ રહેનારી છે. ધનલાભના યોગ છે. સાથે જ આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. જે લોકો મીડિયા, ફિલ્મ લાઇન, કળા, સંગીત સાથે જોડાયેલા છે.તેમના માટે આ સમય શાનદાર સાબિત થઈ શકે છે. કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.