/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-winter-weather-updates.jpg)
ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - ANI
Gujarat Winter, Today weather latest updates, IMD forecast : સમગ્ર ઉત્તર ભારત ઠંડીના પ્રકોપથી પરેશાન છે. જમ્મુ અને કાશ્મીરના પર્વતીય વિસ્તારોથી લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના મેદાનો સુધી અત્યંત ઠંડી છે.બીજી તરફ ગુજરાતમાં પણ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાયેલી છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા. આ ઉપરાંત ઠંડીનો પારો ધીમે ધીમે નીચો પણ આવતા કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં 9.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાનો નોંધાયું હતું. જેમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે આજે પણ ઠંડીનો પારો ઘટવાની આગાહી કરી છે.
નલિયામાં 10 ડિગ્રીથી નીચે ગગડ્યો ઠંડીનો પારો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે નલિયાનું તાપમાન મહત્તમ 26.9 ડિગ્રી અને લઘુત્તમ 9.5 ડિગ્રી નોંધાયું હતું. આમ નલિયામાં 10 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં ગુજરાતનું સૌથી ઉંચું 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 25.9 | 16.4 |
| ડીસા | 26.9 | 12.2 |
| ગાંધીનગર | 25.8 | 14.5 |
| વલ્લભ વિદ્યાનગર | 26.7 | 15.3 |
| વડોદરા | 28.8 | 17.0 |
| સુરત | 31.2 | 19.4 |
| વલસાડ | 31.2 | 15.0 |
| દમણ | 31.4 | 20.0 |
| ભુજ | 27.9 | 12.2 |
| નલિયા | 26.9 | 09.5 |
| કંડલા પોર્ટ | 27.9 | 15.0 |
| કંડલા એરપોર્ટ | 27.1 | 12.4 |
| ભાવનગર | 27.2 | 18.4 |
| દ્વારકા | 27.0 | 15.6 |
| ઓખા | 26.3 | 19.6 |
| પોરબંદર | 30.6 | 18.0 |
| રાજકોટ | 28.2 | 13.4 |
| વેરાવળ | 31.4 | 18.9 |
| દીવ | 30.4 | 16.2 |
| સુરેન્દ્રનગર | 27.3 | 13.5 |
| મહુવા | 29.8 | 18.5 |
આજે દિલ્હીમાં વરસાદની આગાહી
IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે આજે મંગળવારે દિવસ દરમિયાન દિલ્હીના કેટલાક ભાગોમાં ઠંડી પડવાની સંભાવના છે અને તે પછી તે ઘટશે.હવામાન વિભાગે મંગળવારે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી છે. શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 15 ડિગ્રી સેલ્સિયસ અને સાત ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કરા પડવાની આગાહી
દિલ્હીની જેમ રાજસ્થાનમાં પણ સોમવારે કડકડતી ઠંડી ચાલુ રહી હતી. સીકર અને અલવર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રવૃત્તિને કારણે રાજ્યના પૂર્વ ભાગો, જયપુર, અજમેર, ભરતપુર, કોટા અને ઉદયપુર ડિવિઝનમાં સોમવારે રાત્રે હળવા વરસાદ સાથે કરાનો સમયગાળો શરૂ થશે. મંગળવાર સુધી ચાલુ રહી શકે છે.. તેમણે કહ્યું કે સોમવારે સવારે જેસલમેર, ચુરુ, ભીલવાડા, પિલાની, અજમેર, જયપુર, ભરતપુર, ગંગાનગર, અલવર અને સીકરમાં ગાઢ ધુમ્મસ હતું.
કાશ્મીરની સ્થિતિ કેવી છે?
કાશ્મીરમાં સ્વચ્છ આકાશને કારણે સોમવારે ઠંડીની લહેરમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ ખીણમાં લઘુત્તમ તાપમાન ઠંડું બિંદુથી નીચે રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે આગલી રાત્રે તે માઈનસ 5.6 ડિગ્રી સેલ્સિયસ હતું. તેમણે કહ્યું કે કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.2 ડિગ્રી હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us