Aaj Nu Rashifal, 6 March 2024 : વૃષભ અને સિંહ રાશિના લોકોને કારણ વગર વિવાદમાં પડવાથી બચવું, વાંચો આજનું રાશિફળ

Aaj Nu Rashifal in Gujarati, 6 March 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે વિજયા એકાદશીનો પવિત્ર દિવસ મેષથી મીન સુધીની 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. વિદ્યાર્થીઓનો દિવસ કેવો રહેશે. અને નોકરિયાત લોકો માટે બુધવાર કેવો રહેશે. અહીં વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય.

Written by Ankit Patel
March 06, 2024 02:00 IST
Aaj Nu Rashifal, 6 March 2024 : વૃષભ અને સિંહ રાશિના લોકોને કારણ વગર વિવાદમાં પડવાથી બચવું, વાંચો આજનું રાશિફળ
બુધવારનું રાશિફળ

Aaj Nu Rashifal in Gujarati, 6 March 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે 6 માર્ચ 2024, બુધવાર, મહા વદ અગિયારસ એટલે કે વિજયા એકાદશી છે. વૃષભ અને સિંહ રાશિના લોકોએ આજના દિવસે કોઈપણ પ્રકારના કારણ વગરના વિવાદમાં પડવાથી બચવું જોઈએ. બાકીની રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. એ માટે વાંચતા રહો આજનું રાશિફળ. (ચિરાગ દારુવાલા)

Aaj Nu Rashifal in Gujarati : આજનું રાશિફળ, મેષ રાશિ

બુધવારના દિવસની શરુઆતથી જ મેષ રાશિના લોકોને પારિવારિક વાતાવરણ સુખદ તથા પ્રેમ પૂર્ણ રહી શકે છે. રાજકીય કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે. કોઇ વિવાદિત મામલો કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા પણ રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ આજના બુધવારના દિવસે કોઈપણ પ્રકારના કારણ વગરના વિવાદમાં પડવાથી બચવું જોઈએ. આજે કંઇક નવું કરવાની ઇચ્છા અને જોશ રહેશે. પારિવારિક પરિસ્થિતિઓ સુખદ અને સુખમય રહેશે. રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વ્યવસાયમાં નવા કરાર પ્રાપ્ત થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર થશે. આજે સ્વાસ્થ્યમાં થોડી નબળાઇ અને થાક અનુભવ થશે. ઘરમાં થોડી સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. તમારી કોઇપણ ગતિવિધિમાં જીવનસાથીને સામેલ કરો.

કર્ક રાશિ

બુધવારનો દિવસ કર્ક રાશિના જાતકો માટે થોડી મુશ્કેલીઓ નોતરનારો રહેશે. કાર્યસ્થળમાં કોઇ મુશ્કેલી આવવાથી કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી રહેશે. પ્રેમ સંબંધમાં ભાવનાત્મક સ્તર ગાઢ બનશે. અચાનક જ કોઇ ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમે કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવા માટે કોશિશ કરતાં રહેશો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને બુધવારે નોકરી કે વ્યવસાયમાં કોઇ પ્રકારે પેપરને લઇને ગડબડી થઇ શકે છે. આ સમયે ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે કામ કરવાની તમારી રીત સફળ થશે. વિના કારણે કોઇના કાર્યોમા દખલ આપશો નહીં.

કન્યા રાશિ

બુધવારે કન્યા રાશિના જાતકો માટે દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ધનના લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની શકે છે. તમે જે નવા કામને શરૂ કર્યું છે, તેમાં મહેનત પછી જ સફળતા મળશે.

તુલા રાશિ

તુલા રાશિન જાતકો માટે બુધવાર કેવો રહેશે એ અંગે આજનું દૈનિક રાશિ ભવિષ્ય જણાવે છે કે જીવનસાથી સાથે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે. કોઇ વસ્તુના ખોવાઇ જવાથી કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

વૃશ્ચિક રાશિ

આજે 6 માર્ચ 2024 બુધવારના દિવસે વૃશ્ચિક રાશિના લોકોને કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તમે ફ્રેશ રહેશો. વ્યવસાયમાં આ સમયે આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો. થોડી નકારાત્મક વાતો પણ સામે આવી શકે છે.

આ પણ વાંચોઃ- હોળી 2024 : હોળાષ્ટક ક્યારથી શરૂ થશે? જાણો તિથિ, મહત્વ અને કેવા શુભ કાર્યો નથી થઈ શકતા?

ધન રાશિ

બુધવારના દિવસે 12 રાશિ પૈકી એક ધન રાશિના જાતકોને જીવનસાથીનો ઘર-પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. તમારા ઈગો અને ગુસ્સા જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરો. વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. તમારી મહેનત તથા કોશિશનું સારું પરિણામ સામે આવશે.

મકર રાશિ

બુધવારનો દિવસ મકર રાશિના લોકો માટે અનેક રીતે સફળતા આપનાર રહેશે. પ્રેમ સંબંધ વધારે ગાઢ બનશે. શરદી, તાવ વગેરે થઇ શકે છે. તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વ્યવસાય માટે પોઝિટિવ રહેશે. આજનો દિવસ તમને અનેક રીતે સફળતા આપનાર રહેશે.

આ પણ વાંચોઃ- લગ્ન રેખા : હાથની આવી રેખાઓ અને ચિન્હો દર્શાવે છે બહુ લગ્નના યોગ, લગ્નજીવન રહે છે મુશ્કેલીમાં

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આજે લગ્નજીવનમાં થોડી ખુશીઓ આવશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. કામકાજમાં તમે વ્યસ્ત રહી શકો છો. કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવાર માટે પણ સમય કાઢી લેશો. વાહન સાચવીને ચલાવો. કોઇ લક્ષ્ય તમારી આંખથી ઓઝલ થઇ શકે છે.

Aquarius rashi, kumbh rashi, zodiac signs, astology
કુંભ રાશિ – photo – freepik

મીન રાશિ

12 રાશિ પૈકી છેલ્લી રાશિ મીનના જાતકો માટે બુધવારના દિવસે વ્યવસાયિક બધા જ કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે તમારા વ્યવહારને સહજ જાળવી રાખો તો સારું રહેશે. આજે તમે યોજનાબદ્ધ રીતે તમારી કાર્યપ્રણાલી બનાવશો અને સફળ પણ રહેશો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ