Aaj Nu Rashifal, 7 March 2024 : કન્યા રાશિના જાતકોને પૈસા વિશે ઘરે અને બહાર વિવાદો થઈ શકે છે, વાંચો આજનું રાશિફળ

Aaj Nu Rashifal in Gujarati, 7 March 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે ગુરુવારનો દિવસ કન્યા રાશિના જાતકો માટે પૈસાની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. અહીં વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય.

Aaj Nu Rashifal in Gujarati, 7 March 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે ગુરુવારનો દિવસ કન્યા રાશિના જાતકો માટે પૈસાની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે. અહીં વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય.

author-image
Ankit Patel
New Update
thursday horoscope | Today Horoscope | Aaj nu Rashifal

ગુરુવારનું રાશિફળ

Aaj Nu Rashifal in Gujarati, 7 March 2024, Rashi Bhavishya Horoscope Today in Gujarati: આજે 7 માર્ચ 2024, ગુરુવાર, મહા વદ બારસ છે. આજના દિવસે કન્યા રાશિના લોકોએ પૈસા બાબતે સાચવવું જોઈએ. જ્યારે તુલા રાશિના જાતકોને ધંધાના ક્ષેત્રે સુધરો થશે અને નવી તકો પણ મળશે. અન્ય રાશિના જાતકો અહીં વાંચો તમારું આજનું રાશિફળ (ચિરાગ દારુવાલા)

Advertisment

Aaj Nu Rashifal in Gujarati : આજનું રાશિફળ, મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આજે ગુરુવારનો દિવસ તમને બધી જગ્યાએથી સન્માન મળશે અને તમારી જીવનશૈલી પણ ઉચ્ચ વર્ગની જેમ રહેશે. પ્રિયજનોની મદદથી આવકના નવા સ્રોત ઊભા થશે અને ભંડોળ વધશે. શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા માટે વિદ્યાર્થીઓએ એકાગ્રતા સાથે સખત મહેનત કરવાની રહેશે.

વૃષભ રાશિ

ગુરુવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે દિવસની શરૂઆતમાં તમારા કાર્યો પ્રત્યે બેદરકાર રહેશો, પરંતુ ધીરે ધીરે વ્યસ્તતા વધતાં કામ કરવાની શૈલીમાં સુધારો થશે. શિક્ષણમ અથવા કોઈપણ સ્પર્ધામાં સફળતાના સમાચાર મળતાં વિદ્યાર્થીઓ ખુશ રહેશે. લવ લાઈફમાં સુખદ ભાવના રહેશે અને સમસ્યાઓનું સમાધાન સંવાદ દ્વારા કરવામાં આવશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોના ગુરુવારના દિવસ કેવો પસાર થશે એ અંગે ગણેશજી કહે છે, લગ્ન જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલો વિરોધ સમાપ્ત થઈ જશે. આજે સ્વજનો સાથે લેવડ-દેવડ કરવાનું ટાળો નહીં તો સંબંધ બગડી શકે છે. ધાર્મિક ક્ષેત્રની યાત્રા અને ધર્માદા કાર્યોમાં ખર્ચ થઈ શકે છે. સંતાનનાલગ્નની ચિંતા આજે સમાપ્ત થશે. તમારી સર્વોપરિતા અને શકિતમાં વધારો થશે.

Advertisment

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો આજે ગુરુવારે તમારી તાર્કિક શક્તિમાં વધારો થશે, પરંતુ જો તમે તેનો ઉપયોગ યોગ્ય સ્થાને કરો છો, તો તમને ભવિષ્યમાં લાભ મળશે. નોકરીમાં પરિવર્તનની તકો મળશે અને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. વિદેશમાં કામ કરતા વતનીઓ માટે સમય શુભ રહેશે. લવ લાઈફમાં નવી શરૂઆત થશે અને સંબંધ પણ મજબૂત બનશે.

આજનું રાશિફળ : સિંહ રાશિ

12 રાશિ પૈકીની એક સિંહ રાશિના જાતકો માટે આજનો ગરુવારનો દિવસ શરુઆતથી થોડો નિરાશાજનક રહેશે. આજે દિવસની શરૂઆતમાં કોઈ કામને લઈને તમે મૂંઝવણમાં રહેશો, પરંતુ બાદમાં તે કામ કરવાથી સંપત્તિ તેમજ આદર વધશે. રોજગાર અને વ્યવસાય ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળ વધશે અને વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ કરશો અને ગૌરવમાં વધારો થશે. પૈસા વિશે ઘરે અને બહાર વિવાદો થઈ શકે છે, તેથી વિવેકબુદ્ધિથી કામ કરો નહીં તો મામલો ગંભીર સ્વરૂપ લઈ શકે છે. વડીલોની વાતને અવગણશો નહીં, તેમની સલાહ ઉપયોગી સાબિત થશે.

virgo rashi, kanya rashi, zodiac signs, astrology
કન્યા રાશિ - photo- freepik

તુલા રાશિ

ગુરુવારનો દિવસ તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે એ અંગે દૈનિક રાશિ ભવિષ્ય કહે છે કે દિવસની શરૂઆતમાં આર્થિક લાભની સંભાવના રહેશે. ધંધાના ક્ષેત્રે સુધરો થશે અને નવી તકો પણ મળશે. નવું કાર્ય શરૂ કરવા માટે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે, જેનાથી મન પરનો બોજ ઓછો થશે.

વૃશ્ચિક રાશિ

આજે ગુરુવારે વૃશ્ચિક રાશિના લોકોએ ઘરના કોઈ મહત્વના કામના કારણે તમે પરેશાન થઈ શકો છો. સ્વાસ્થ્ય આજે પણ પ્રતિકૂળ રહેશે, પરંતુ આવતીકાલની તુલનામાં થોડો સુધારો થશે. કોઈ પ્રિયજનની સહાયથી ઘણા દિવસોથી ચાલતા વ્યવહારની કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ શકે છે. પરિવારના સભ્યોની ખુશીમાં વધારો થશે અને હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા મળવાથી ખુશી થશે.

ધન રાશિ

ગુરુવાર ધન રાશિના જાતકો માટે એકંદરે સારો રહેશે. આજનો દિવસ સંતોષ અને શાંતિથી પસાર થશે. રાજકારણના ક્ષેત્રે કરેલા પ્રયત્નો સફળ થશે અને લોકોને સહયોગ પણ મળશે. તમારા બાળકના મહત્વપૂર્ણ કાર્યોમાં તમને મોટા અધિકારીનો સહયોગ મળશે, જેથી તમારું કાર્ય પૂર્ણ થશે. વ્યવસાયમાં નવી ડીલ પ્રાપ્ત થતાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

આ પણ વાંચોઃ-શિવ ભસ્મઃ મહાશિવરાત્રિ પર ભસ્મ લગાવવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન, ઘરે શિવ ભસ્મ બનાવાની રીત

મકર રાશિ

ગુરુવારનો દિવસ મકર રાશિના જાતકો માટે ખુશીઓ ભરેલો રહેશે. આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે, પરંતુ કોઈ મહત્વના કાર્ય માટે બીજાના વિશ્વાસ પર બેસવું નિરાશાનું કારણ બની શકે છે. ધંધામાં વધારો થશે પરંતુ સમયસર આર્થિક લાભ ના હોવાના કારણે આગળના કામ પર અસર થઈ શકે છે. ઘરના સભ્યો ખુશ રહેશે પરંતુ વૃદ્ધો તમારી મોંઘી જીવનશૈલીથી અસંતુષ્ટ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે આજનો ગુરુવારનો દિવસ થોડો ચિંતાજનક રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નબળાઇ અંગે તમે ચિંતા કરી શકો છો. ઘરના કામકાજ ટાળવાથી થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર થઈ શકે છે, પરંતુ થોડા સમય પછી બધુ સામાન્ય થઈ જશે. આજે ખર્ચ ઓછો થવાની સાથે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે.

મીન રાશિ

12 રાશિ પૈકી છેલ્લી મીન રાશિના લોકો માટે આજનો ગુરુવારનો દિવસ મીશ્ર રહેશે. ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે થોડો મૂંઝવણભર્યો બની શકે છે કારણકે દોડ્યા વગર કોઈ કામ પૂર્ણ નહીં થાય. પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે અને આજીવિકાના ક્ષેત્રમાં નવા પ્રયત્નો પણ સફળ થશે. ઘરનું વાતાવરણ આજે અન્ય દિવસો કરતા શાંત રહેશે.

આજનું રાશિફળ astrology રાશિફળ ધર્મ ભક્તિ