Shukan Shastra : AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ચાંચ મારી ગયો કાગડો, જાણો આના શું હોય છે શુભ-અશુભ સંકેત?

crow good and bad signs : દરેકના મનમાં એ પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે કે કાગડો માથામાં ચાંચ મારે તેનો અર્થ શું થાય. આમ તો આ સામાન્ય ઘટના છે. પરંતુ જો શુકન શાસ્ત્રની વાત કરીએ તો આનો શુભ અથવા અશુભ અર્થ થાય છે. ચાલો જાણીએ કાગડા સંબંધી શુભ અને અશુભ સંકેત.

Written by Ankit Patel
July 27, 2023 12:04 IST
Shukan Shastra : AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ચાંચ મારી ગયો કાગડો, જાણો આના શું હોય છે શુભ-અશુભ સંકેત?
સાંસદ રાઘવ ચઢ્ઢાને કાગડાએ મારી ચાંચ

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા પણ સંસદ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે સંસદ પરિસરમાં એક એવી ઘટના બની કે જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લીધા બાદ બહાર નીકળતા સમયે રાઘવ ચઢ્ઢા ફોન ઉપર વાત કરવામાં વ્યસ્ત હતા. ત્યારે એક કાગડો આવ્યો અને તેમના માથા ઉપર ચાંચ મારને જતો રહ્યો હતો. આવી સ્થિતિમાં અચાનક ચાંચ વાગતા તેઓ નીચે નમી જાય છે. આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આવી સ્થિતિમાં લોકો જૂઠ બોલે કૌઆ કાટે જેવી કહેવતો બનાવીને મજા લઈ રહ્યા છે.

અનેક લોકોએ આ ઘટનાને અપશુકનની જેમ જોઈ હતી. આવી સ્થિતિમાં દરેકના મનમાં એ પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે કે કાગડો માથામાં ચાંચ મારે તેનો અર્થ શું થાય. આમ તો આ સામાન્ય ઘટના છે. પરંતુ જો શુકન શાસ્ત્રની વાત કરીએ તો આનો શુભ અથવા અશુભ અર્થ થાય છે. ચાલો જાણીએ કાગડા સંબંધી શુભ અને અશુભ સંકેત

કાગડાથી મળતાં અશુભ સંકેતો

  • શુકન શાસ્ત્ર અનુસાર જો કાગડો દક્ષિણ દિશા તરફ મોંઢુ રાખીને કાઉં કાઉં કરે તો સમજી લેવું કે આ અશુભ સંકેત છે. આનો મતલબ છે કે ઘરમાં કોઈ સભ્ય બીમાર થશે.
  • જો કાગડો માથા પર ચાંચ મારે તો આનો મતલબ છે કે કંઇક અશુભ થવાનું છે અથવા તો સંકટનો સામનો કરવો પડી શકે છે.
  • જો કાગડો તમારા ઉપર બીટ કરે તો તેનો મતલબ છે કે તમારા પર કોઈ પ્રકારનું કષ્ઠ પહોંચી શકે છે. આ કષ્ટ શારીરિક, માનસિક અથવા તો આર્થિક હોઇ શકે છે.
  • જો કાગડો તમારા માથાને અડકીને નીકળી જાય તો આનો મતલબ છે કે તમારે થોડું સાવધાન રહેવાની જરૂરત છે. કારણ કે તમે કોઈ મુશ્કેલીમાં ફસાઇ શકો છો.

આવી સ્થિતિમાં કાગડો આપે છે શુભ સંકેત

  • જો સવારના સમયે કાગડો બાલકની, છત વગેરેમાં કાંઉ કાંઉ કરે તો સમજવાનું કે ઘરમાં કોઈ અતિથિ, સંબંધી આવનાર છે
  • જો કાગડો ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કાંઉ કાંઉ કરે તો આ શુભ સંકેત હોય છે. આનો મતલબ છે કે તમને ઝડપથી ધન લાભ થઇ શકે છે.
  • જો કાગડો મોંઢામાં રોટલીનો ટુકડો દબાવીને ઉડતો દેખાય તો આ પણ શુભ સંકેત છે. આનો મતલબ છે કે તમને ઝડપથી કોઈ સારા સમાચાર મળી શકે છે. અથવા તો કોઈ ઇચ્છા પુરી થનારી છે.
  • જો કાગડો તમારા પગને અડીને ચાલ્યો જાય તો આ ખુબ જ શુભ સંકેત છે. આ અંગે માન્યતા છે કે સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ