shravan 2023, Path, vidhi, puja : અધિક શ્રાવણ મહિનાનો દરેક દિવસ ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ સપ્તાહનો દરેક શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાનું મહત્વ છે. ત્યારે શ્રાવણ મહિનામાં શુક્રવારના દિવસ ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. આ સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનીસાથે સાથે આ સ્ત્રોતનો પાઠ કરી શકો છો. આ સ્ત્રોતનો પાઠ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. તો ચાલો જાઈએ લક્ષ્મી સ્ત્રોના પાઠ વિશે..
સૌભાગ્ય વધારે છે લક્ષ્મી સ્ત્રોત
શ્રાવણના શુક્રવારે મંત્રોનો જાપ કરવાની સાથે સાથે આ સ્ત્રોતનો પાઠ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ જીવનના દરેક સંકટ સમાપ્ત થાય છે. માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. સાથે જ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
લક્ષ્મી સ્ત્રોત
पद्मालयां पद्मकरां पद्मपत्रनिभेक्षणाम्वन्दे पद्ममुखीं देवीं पद्मनाभप्रियाम्यहम्॥त्वं सिद्धिस्त्वं स्वधा स्वाहा सुधा त्वं लोकपावनीसन्धया रात्रिः प्रभा भूतिर्मेधा श्रद्धा सरस्वती॥यज्ञविद्या महाविद्या गुह्यविद्या च शोभनेआत्मविद्या च देवि त्वं विमुक्तिफलदायिनी॥आन्वीक्षिकी त्रयीवार्ता दण्डनीतिस्त्वमेव चसौम्यासौम्येर्जगद्रूपैस्त्वयैतद्देवि पूरितम्॥का त्वन्या त्वमृते देवि सर्वयज्ञमयं वपुःअध्यास्ते देवदेवस्य योगिचिन्त्यं गदाभृतः॥त्वया देवि परित्यक्तं सकलं भुवनत्रयमशरीरारोग्यमैश्वर्यमरिपक्षक्षयः सुखम्देवि त्वदृष्टिदृष्टानां पुरुषाणां न दुर्लभम्॥त्वमम्बा सर्वभूतानां देवदेवो हरिः पितात्वयैतद्विष्णुना चाम्ब जगद्वयाप्तं चराचरम्॥मनःकोशस्तथा गोष्ठं मा गृहं मा परिच्छदम्मा शरीरं कलत्रं च त्यजेथाः सर्वपावनि॥मा पुत्रान्मा सुहृद्वर्गान्मा पशून्मा विभूषणमत्वयाऽवलोकिताः सद्यः शीलाद्यैरखिलैर्गुणैःकुलैश्वर्यैश्च युज्यन्ते पुरुषा निर्गुणा अपि॥सश्लाघ्यः सगुणी धन्यः स कुलीनः स बुद्धिमान्स शूरः सचविक्रान्तो यस्त्वया देवि वीक्षितः॥सद्योवैगुण्यमायान्ति शीलाद्याः सकला गुणाःपराङ्गमुखी जगद्धात्री यस्य त्वं विष्णुवल्लभे॥न ते वर्णयितुं शक्तागुणञ्जिह्वाऽपि वेधसःप्रसीद देवि पद्माक्षि माऽस्मांस्त्याक्षीः कदाचन॥
સામાન્ય રીતે પૂછતા પ્રશ્નો
શુક્રવાર કયા દેવી-દેવતાને સમર્પિત છે
શુક્રવારનો દિવસ લક્ષ્મી અને સંતોષી માતાની પૂજા કરવાનો દિવસ છે. આ સાથે જ શુક્ર દેવની પૂજા કરવાનું પણ વિધાન છે.
શુક્રવાર કયા ગ્રહ સાથે સંબંધ ધરાવે છે
શુક્રવારનો દિવસ શુક્ર દેવ સાથે સંબંધિત છે.





