Aja Ekadashi 2025 Date, Puja Vidhi, Vrat Paran And Shubh Muhurat: શાસ્ત્રોમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં લગભગ 24 એકાદશી હોય છે, જેમાં એક વદ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. આ વર્ષે અજા એકાદશીનું વ્રત 19 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.
અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ, દોષ, દુઃખ અને કષ્ટ તો દૂર થાય જ છે સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. સાથે જ જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશી તિથિના રોજ વ્રત કરવાથી એક હજાર ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે. સાથે જ પુનઃપ્રાપ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ સમય.
અજા એકાદશી 2025 તારીખ
વૈદિક પંચાગ અનુસાર શ્રાવણ વદ પક્ષની એકાદશી તિથિ 18 ઓગસ્ટના રોજ સાંજે 5.23 વાગ્યે શરૂ થશે અને 19 ઓગસ્ટે બપોરે 3.33 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે 19 ઓગસ્ટના રોજ અજા એકાદશી રાખવામાં આવશે.
અજા એકાદશી શુભ મુહૂર્ત અને યોગ
અજા એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ બની રહ્યા છે. આ શુભ અને લાભકારી યોગમાં ઉપવાસ રાખવા અને વિધિ વિધાનથી પૂજા-પાઠ કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો – પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત
અજા એકાદશી પારણા સમય
અજા એકાદશી ઉપવાસના પારણા મુહૂર્તની વાત કરીએ તો 20 ઓગસ્ટે સવારે 9.30 વાગ્યા સુધીનો સમય પારણા માટે મહત્વનો બની રહેશે.
અજા એકાદશીનું મહત્વ
અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે. તેમજ શ્રીહરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રસન્ન રહે છે, તેના પર આવતી તકલીફો દૂર થાય છે. અજા એકાદશી તિથિના ઉપવાસ કરવાથી એક હજાર ગાયોનું દાન આપવા બરાબર ફળ મળે છે.