/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/akshaya-tritiya-2024-.jpg)
Akshaya Tritiya 2024 : હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતિયા પણ કહેવાય છે
Akshaya Tritiya 2024 : હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખુબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. આ દિવસે સોના, ચાંદી અને કોઇ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે 10 મેના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ શુભ મુહૂર્ત અને તારીખ.
અખાત્રીજ 2024 તારીખ
વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4.16 વાગ્યે શરૂ થશે અને તે 11 મેના રોજ સવારે 2.51 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે. કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે.
અખાત્રીજ 2024 શુભ મુહૂર્ત
અખાત્રીજનો શુભ સમય 10 મેના રોજ સવારે 5.48 વાગ્યાથી શરૂ થશે, જે બપોરે 12.22 વાગ્યા સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે.
આ પણ વાંચો - ચૈત્ર નવરાત્રીની તિથિ, ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, બનશે આ શુભ યોગ
અખાત્રીજનું મહત્વ
અખાત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો. અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું. આ દિવસે દાન કરવાથી અક્ષય પૂણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે. એટલે કે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, સગાઈ કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે. અખાત્રીજના દિવસે એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us