Akshaya Tritiya 2024 Date and Time, Puja Muhurat : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. તેને અખાતીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. સાથે જ આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિધ્ન આવતા નથી. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનું ખરીદવા માટે આ તારીખ સૌથી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અખાત્રીજનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે રવિ યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધુ વધી ગયું છે. આવો જાણીએ ખરીદીનો શુભ સમય અને પૂજા વિધિ.
અક્ષય તૃતીયા 2024 ખરીદીનું શુભ મુહૂર્ત (Akshaya Tritiya 2024 Shopping Shubh Muhurat)
વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજની પૂજાનો સમય 10 મેના રોજ સવારે 5.32 વાગ્યાથી લઇને બપોરે 12.19 વાગ્યા સુધીનો રહેશે. આ મુહૂર્તમાં તમે સોના કે ચાંદીની ખરીદી કરી શકો છો.
અખાત્રીજની પૂજા વિધિ
અખાત્રીજના દિવસે સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. સાથે જ ગંગાજળને હાથમાં લઈને વ્રતનો સંકલ્પ લો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરને પૂજાની ચોકી પર સ્થાપિત કરો. આ પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ચોખા અર્પિત કરો. ત્યારબાદ ફૂલ કે સફેદ ગુલાબ, ધૂપ-અગરબત્તી વગેરેથી તેમની પૂજા કરો. ઉપરાંત જવ, ઘઉં, કાકડી, ચણાની દાળ વગેરેને નૈવેદ્યના સ્વરૂપ તરીકે અર્પણ કરો.
આ પણ વાંચો – અખાત્રીજ પર બનશે ગજકેસરીની સાથે અન્ય પાંચ રાજયોગ, આ લોકોની ચમકી જશે કિસ્મત
આ પછી અંતમાં વિષ્ણુ અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. સાથે જ અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીને ગુલાબી રંગના ફૂલ ચઢાવો. આ ઉપરાંત એક નવી સ્ફટિકની માળા અર્પણ કરો. સાથે જ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો. આમ કરવાથી તમને અક્ષય પૂર્ણ્ય મળશે.
આ પણ વાંચોઃ- Akshaya Tritiya Tulsi Upay : અક્ષય તૃતીયા પર કરો આ તુલસી ઉપાય, પુરી થશે મનોકામના
અખાત્રીજનું મહત્વ
- હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો.
- આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી.
- ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
- એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ અને શ્રીગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું.
- મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
- દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતિયા પર થયો હોવાનું મનાય છે.
- માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું.