અખાત્રીજ ક્યારે છે 29 કે 30 એપ્રિલ? જાણો પૂજા અને ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Akshay Tritiya 2025 Date: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : April 15, 2025 17:16 IST
અખાત્રીજ ક્યારે છે 29 કે 30 એપ્રિલ? જાણો પૂજા અને ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Akshay Tritiya 2025 : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. તેને અખાતીજ પણ કહેવામાં આવે છે

Akshay Tritiya 2025 Date: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના શુભ અને માંગલિક કાર્ય કરી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. અક્ષય તૃતીયાને અખા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે સ્નાન, યજ્ઞ-જાપ, દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાની તારીખ બે દિવસ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. આવો જાણીએ અક્ષય તૃતીયાની ચોક્કસ તારીખ, ધાર્મિક મહત્વ અને સોના-ચાંદી અને અન્ય વસ્તુઓ ખરીદવાનો શુભ સમય.

અક્ષય તૃતીયા 2025 તારીખ

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ શરૂ – 29 એપ્રિલ 2025થી સાંજે 5:31 વાગ્યેતૃતીયા તિથિનો અંત – 30 એપ્રિલ 2025ના રોજ બપોરે 2:12 વાગ્યેઅખાત્રીજ 2025 તારીખ – ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે.

અક્ષય તૃતીયા 2025 પૂજા મુહૂર્ત

પૂજાનો સૌથી શુભ સમય 30 એપ્રિલના રોજ સવારે 5.41 વાગ્યાથી બપોરે 2.12 વાગ્યા સુધીનો છે. તેનો સમયગાળો 6 કલાક અને 31 મિનિટનો રહેશે.

અક્ષય તૃતીયા 2025 ગોલ્ડ ખરીદીનો સમય

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો સમય – સવારે 05:41 થી બપોરે 02:12 વાગ્યા સુધી

અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ

આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ, શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે. રવિ યોગ સાંજે 4.18 વાગ્યે શરૂ થશે અને આખી રાત ચાલશે. આ સાથે શોભન યોગ 29 એપ્રિલે બપોરે 3:53 થી 30 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 4.18થી 1 મે સુધી રહેશે.

આ પણ વાંચો – મંગળવારે અને શનિવારે કેમ કરવામાં આવે છે હનુમાન દાદાની પૂજા? જાણો કારણ

અક્ષય તૃતીયાને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે

અક્ષય તૃતીયાને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગરે માટે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, ઘર અને વાહન ખરીદવાથી પણ શુભ ફળ મળે છે. દેવી લક્ષ્મીની કૃપાથી સુખ-સમૃદ્ધિ રહે છે.

અખાત્રીજનું મહત્વ

  • હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો.
  • આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી.
  • ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
  • એવું માનવામાં આવે છે કે વેદ વ્યાસ અને શ્રીગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું.
  • મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે.
  • દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતિયા પર થયો હોવાનું મનાય છે.
  • માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર મા ગંગાનું આગમન થયું હતું.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ