Amalaki Ekadashi 2026 Date: 26 કે 27 ફેબ્રુઆરી આમલકી એકાદશી ક્યારે છે? જાણો સાચી તારીખ, પૂજા વિધિ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Amalaki Ekadashi 2026 Date And Important : હિન્દુ પંચાગ મુજબ, ફાગણ સુદ એકાદશી તિથિને આમલકી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. ચાલો જાણીયે વર્ષ 2026માં આમલકી એકાદશીની સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્તિ અને ધાર્મિક મહત્વ.

Amalaki Ekadashi 2026 Date And Important : હિન્દુ પંચાગ મુજબ, ફાગણ સુદ એકાદશી તિથિને આમલકી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. ચાલો જાણીયે વર્ષ 2026માં આમલકી એકાદશીની સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્તિ અને ધાર્મિક મહત્વ.

author-image
Ajay Saroya
New Update
Amalaki Ekadashi 2026

Amalaki Ekadashi 2026 : આમલકી એકાદશી ફાગણ સુદ એકાદશી પર ઉજવાય છે. Photograph: (Insta/ @kidzchronicle)

Amalaki Ekadashi 2026 Date And Puja Shubh Muhurat  : હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે દરેક મહિનામાં 2 એકાદશી હોય છે, જેમાં એક સુદ પક્ષ અને બીજી વદ પક્ષમાં હોય છે. દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. અહીં આપણે આમલકી એકાદશી વિશે જાણકારી આપી છે, ફાગણ સુદ પક્ષમાં આવે છે.

Advertisment

આમલકી એકાદશી પર આમળાના ઝાડની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે શાસ્ત્રો અનુસાર, આમળાનો જન્મ ભગવાન વિષ્ણુના આંસુમાંથી થયો હતો. એવું કહેવામાં આવે છે કે તેમાં બધા દેવી-દેવતાનો વાસ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે સાચી ભક્તિથી વ્રત કરે છે, તો વ્યક્તિને સાંસરિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને છેલ્લે મોક્ષ મેળવે છે. આવો જાણીએ આમલકી એકાદશી તિથિની સાચી તારીખ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વ્રતનું મહત્વ

Amalaki Ekadashi Date 2026 : આમલકી એકાદશી તારીખ 2026

હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગુણ સુદ પક્ષની એકાદશી તિથિ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 12:33 વાગ્યે શરૂ થશે. જે તારીખ 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાત્રે 10:32 વાગ્યે સમાપ્ત થશે. તેથી વર્ષ 2026માં 27 ફેબ્રુઆરીએ આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

આમલકી એકાદશી 2026 શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર આમલકી એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ, રવિ, આયુષ્માન અને સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજાનું બમણું ફળ છે. આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાનો શુભ સમય સવારે 6:48 થી 11:08 વાગ્યા સુધી રહેશે.

Advertisment

આમલકી એકાદશી વ્રત 2026 પારણા સમય 

આમલકી એકાદશી વ્રતના પારણા માટે શુભ મુહૂર્ત 28 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 6:48 થી 9:05 વાગ્યા સુધી રહેશે.

આમલકી એકાદશી વ્રતનું મહત્વ

વિષ્ણુ પુરાણ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી તેમજ આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વળી, વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ મેળવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ઉપવાસ કરવાથી દેવું, તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ધર્મ ભક્તિ